Gandhinagar Mansa Gujarat Chutani Result 2022: અત્યાર સુધીની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ પ્રમુખ બે જ પક્ષો હોવાથી સામ-સામે જંગ જામતી હતી. આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના આવવાથી ચૂંટણીમાં ત્રિ-પાંખિયો જંગ જામ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ સંપન્ન થઈ ચુકી છે. પાંચ વર્ષથી રાહ જોઈને બેઠેલાં મતદારોએ હવે પોતાનું મતરૂપી બાણ ચલાવી દીધું છે. મતદારોએ પોતાનો નેતા પોતાનો જનપ્રતિનિધિ પસંદ કરી લીધો છે. ત્યારે સૌથી ઝડપી અને સૌથી સચોટ ચૂંટણીનું પરિણામ જાણવા માટે ઝી24કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલાં રહો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માણસા બેઠક પર 6 રાઉન્ડ બાદ ભાજપના જે એસ પટેલ 17566 મતે આગળ


માણસા બેઠક પર 5 રાઉન્ડ બાદ ભાજપના જે એસ પટેલ 13512 મતે આગળ


માણસા બેઠક 4 રાઉન્ડ બાદ ભાજપના જે એસ પટેલ 9967 મતે આગળ


માણસા માં ત્રીજા રાઉન્ડ બાદ ભાજપના જે એસ પટેલ 7300 મત થી આગળ


માણસા બેઠક પર 2 રાઉન્ડ બાદ ભાજપ 5 હજાર મતોથી આગળ


માણસા બેઠક પર 2 રાઉન્ડ બાદ ભાજપ 5 હજાર મતોથી આગળ

આ પણ વાંચો: Tharad Gujarat Chutani Result 2022: થરાદ બેઠક પર ભગવો લહેરાયો, શંકરભાઇ ચૌધરીનો વિજય
આ પણ વાંચો:  Vadgam Gujarat Chutani Result 2022: વડગામમાં કોંગ્રેસના જીગ્નેશ મેવાણી આગળ
આ પણ વાંચો
Radhanpur Gujarat Chutani Result 2022: રાધનપુર બેઠક પર ભાજપના લવીંગજી ઠાકોરની જીત
આ પણ વાંચો: Dhanera Gujarat Chutani Result: અપક્ષ ઉમેદવાર માવજીભાઈ દેસાઈની જીત, વોટથી ઘડો છલકાયો


માણસા વિધાનસભા બેઠક-
ઓબીસી સમાજનું પ્રભુત્વ ધરાવતી માણસા વિધાનસભા બેઠકના રાજકીય સમીકરણો ઘણા રસપ્રદ છે. ભાજપ કોંગ્રેસના સીધા જંગ વચ્ચે હવે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે ત્યારે રાજકીય સમીકરણો બદલાઇ રહ્યા છે. માણસા મતદારક્ષેત્રમાં કુલ 212618 મતદારો છે. જેમાં 109808 પુરૂષ, 102804 મહિલા અને 6 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.


2022ની ચૂંટણી-
2022ના ચૂંટણી ઉમેદવારોની વાત કરીએ તો ભાજપે આ વખતે જયંતી પટેલને તો કોંગ્રેસે બાબુસિંગ ઠાકોરને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. તો આમ આદમી પાર્ટી તરફથી ભાસ્કર પટેલને ઉમેદવાર બનાવ્યા છે. 


2017ની ચૂંટણી-
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં માણસા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના સુરેશકુમાર પટેલનો વિજય થયો હતો. ભાજપના અમિતભાઈ હરિસિંગભાઈ ચૌધરીને માત્ર 524 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો.


2012ની ચૂંટણી-
2012ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અમિતભાઈ ચૌધરી માણસા બેઠક પરથી 78068 મતોથી જીત્યા હતા. ભાજપના ડી ડી પટેલની 8 હજાર મતોથી હાર થઇ હતી. 
 


આ પણ વાંચોUttar Gujarat Chutni Parinam 2022 LIVE Update: કોંગ્રેસના ગઢમાં જ કોંગ્રેસનો ખરાબ દેખાવ!, ભિલોડામાં AAP આગળ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube