અમદાવાદ : ભાજપે આંદોલન તોડી પાડવા માટે પાટીદાર અનામત આંદોલન સમિતીનાં કેટલાક કન્વીનરોને ખરીદી લીધા હોવાનો દાવો કરતો એક વીડિયો વાઇરલ થતા ફરી એકવાર ગુજરાત અને પાટીદાર સમાજની રાજનીતિ ગરમાઇ ગઇ છે. હાલમાં સોશ્યલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે જે જેમાં મનસુખ પટેલ એક વ્યક્તિ સાથે વાત કરી રહ્યો છે. જેમાં તે કહે છે કે સરકાર કન્વીનરને પૈસા આપવા માટે તૈયાર છે. પરંતુ હાર્દિક પટેલ એક પછી એક સભાઓ કરી રહ્યો છે. એ તો બંધ થતો નથી..

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વીડિયો વાઇરલ થતાની સાથે જ ફરી એકવાર હાર્દિક પટેલ સરકાર પર આરોપો લગાવ્યા છે. હાર્દિકે કહ્યું હું તો પહેલાથી જ કહેતો આવ્યો છું કે સરકાર દ્વારા આંદોલન તોડી પાડવા માટે કેટલાક કન્વીનરને ખરીદી લેવામાં આવ્યા હતા. જેથી તે લોકો ભાજપ સરકારનાં હાથા તરીકે કામ કરી રહ્યા હતા. જો કે હવે તેઓને સત્યનું ભાાન થતા તેઓ ફરીથી પાસમાં આવવા માટે હવાતીયા મારી રહ્યા છે. 

હાર્દિકે કહ્યું કે, પૈસાનાં જોરે આંદોલન તોડી પાડવાનો પ્રયાસ ભાજપ સરકારે કર્યો છે. ભાજપ જે છે તે હવે જનતાની સામે ખુલ્લુ પડી ગયું છે. કઇ રીતે સોદાબાજીઓ કરે છે તે અત્યાર સુધી વાત હતી પરંતુ હવે તો તે લોકો સામે ખુલ્લુ પડી ચુક્યું છે. જો કે હજી સુધી આ અંગે ભાજપ દ્વારા કોઇ અધિકારીક પ્રતિક્રિયા આપી નથી. પરંતુ હાલ આ વીડિયો બાદ પાટીદાર સમાજ ફરી એકવાર ત્રિભેટે આવીનો ચોક્કસ ઉભો રહી ગયો છે.