Mansukh Vasava Vs Chaitar Vasava : બે દિવસથી નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. આજે ભાજપ અને આપના નેતા વચ્ચે ઓપન ડિબેટમાં એક મંચ પર સામ સામે આવવાના હતા. સાંસદ મનસુખ વસાવાએ આપના ધારાસભ્ય ચૈતર વસાવાને 1 એપ્રિલના રોજ સવારે 10 વાગે રાજપીપલા ગાંધી ચોક ખાતે ડિબેટ કરવા માટે ખુલ્લું આહ્વાન આપ્યું હતું. ત્યારે મનસુખ વસાવાની ઓપન ચેલેન્જને AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ સ્વીકારી હતી. પરંતુ હવે એવી વાતો સામે આવી છે કે, મનસુખ વસાવા-ચૈતર વસાવાની ડિબેટ મોકૂફ રખાઈ છે. ખુલ્લી ડિબેટ કરવાથી મનસુખ વસાવાએ પીછેહટ કરી છે. ડિબેટમાં હાજર રહેવા ચૈતર વસાવા તૈયાર છે. ત્યારે ઓપન ડિબેટને પગલે ગાંધી ચોક ખાતે મોટીસંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે નર્મદામાં રાજકીય નેતાઓ સહિત અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે તેવા આરોપ સાથે મનસુખ વસાવાએ સી.આર.પાટીલને પત્ર લખ્યો હતો. જેમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાનો પણ ઉલ્લેખ કરાયો હતો. જેથી ચૈતર વસાવાએ આ અંગે ખુલ્લી ચર્ચા કરવા માટે મનસુખ વસાવાને પડકાર ફેંક્યો હતો. જે મનસુખ વસાવાએ સ્વીકાર્યો પણ હતો. અને ગાંધી ચોક ખાતે ડિબેટમાં આવવા ચૈતર વસાવાને કહ્યુ હતુ. પરંતુ અંતિમ ઘડીએ મનસુખ વસાવાએ ડિબેડ કરવાથી પીછેહટ કરી લીધી છે. ત્યારે આ અંગે ચૈતર વસાવાએ ઝી 24 કલાક સાથે વાતચીતમાં દાવો કર્યો છે કે જો મનસુખ વસાવા ભ્રષ્ટાચાર મુદ્દે અમને જવાબ નહીં આપે તો અમે હાઈકોર્ટ સુધી જઈશું અને માનહાનિનો કેસ કરીશું. 


ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકોરે કોના પર કર્યો ગુસ્સો? વીડિયો શેર કરી કહ્યું, તમારા બાપની


ત્યારે ભ્રષ્ટાચાર અંગે છાંટા ઉડતા ચૈતર વસાવાએ માનહાનિનો દાવો કરવાની તૈયારી બતાવી છે. ચૈતર વસાવાએ કહ્યું કે, મનસુખ વસાવા જવાબ નહીં આપે તો માનહાનિનો કેસ કરીશું. ભ્રષ્ટાચારના આરોપ મુદ્દે હાઈકોર્ટ સુધી જઈશું. 


પહેલીવાર ધારાસભ્ય અને સાંસદ વચ્ચે થવાની હતી ડિબેટ
નેતાઓ દ્વારા આધિકારી અને કોન્ટ્રાક્ટરો પાસેથી હપ્તા ઉઘરાવાતા હોવાનો એક નનામો પત્ર તાજેતરમાં વાયરલ થયો હતો. સાંસદ મનસુખ વસાવાએ આ પત્રમાં સાચી હકીકત વર્ણવી હોવાનું જણાવ્યું હતુ. નનામાં પત્રમાં ભાજપ અને આપના નેતાઓના નામનો પણ ઉલ્લેખ કરાયો હતો, જેઓ ભ્રષ્ટાચાર કરે છે. જેના બાદ નર્મદાના બે દિગ્ગજ નેતાઓએ ઓપ ડિબેટ માટે ચેલેન્જ ફેંકી હતી. મનસુખ વસાવાએ ખુલ્લો પડકાર આપ્યો, અને AAP ના ધારાસભ્ય ચૈતર વસાવાએ તેને સ્વીકાર્યો હતો. મનસુખ વસાવાએ ચૈતર વસાવાને 1 એપ્રિલના રોજ સવારે 10 વાગે રાજપીપલા ગાંધી ચોક ખાતે ડિબેટ કરવા માટે ખુલ્લું આહવાન આપ્યું હતું. ચૈતર વસાવા અને મનસુખ વસાવા હાલ નર્મદા જિલ્લા ભ્રષ્ટાચાર મુદ્દે આમને સામને આવ્યા છે. ચૈતર વસાવાએ મનસુખ વાસવાને જાહેરમાં ડિબેટ કરવા માટે કહ્યું હતું. જે મુદ્દે આજે મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા થકી ચૈતર વસાવાને ડિબેટ માટે આવકાર્યા હતા. તો આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ ડિબેટમાં હાજર રહેવા આહ્લાન કર્યું હતું.  


ગુજરાતના આ ભક્ત સામે બધા ભક્તો ફીક્કા પડે, માતાજીની આરાધનામાં માથે ઉગાડ્યા જવારા