નરેશ ભાલીયા, રાજકોટઃ આજે વિશ્વ ચકલી દિવસ છે. શહેરોમાં આજે ચક્લીઓનો કલબલાટ શાંત થતો જાય છે અને ચકલીનું ચીચી સાંભળવું એ દુર્લભ થતું જાય છે. ત્યારે આજે જેતપુરના નેશનલ હાઇવે ઉપર આવેલ એક એવી હોટલ છે જ્યાં ચકલીની ચીચી સાંભળીને લોકોને પ્રકૃતિનો આનંદ મેળે છે. આ હોટેલના માલિક છેલ્લા 25 વર્ષથી ચકલીઓની ખુબજ સારી રીતે માવજત કરી રહ્યા છે અને લોકોને સંદેશ આપે છે કે ચકલીઓને સાચવો પ્રકૃતિને જાળવો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેતપુરથી રાજકોટ તરફ જતા નેશનલ હાઇવે ઉપર એક હોટલ આવેલ છે. જ્યાં તમે ઉભા રહો એટલે ચકલીઓનો કલબલાટ સાંભળવા મળે અને પછી ચકલીનો ચીચી અવાજ સાંભળીને તમે આસપાસ નજર કરો એટલે તરત હોટલની છત ઉપર છપરામાં ઠેક ઠેકાણે ચકલીના માળા જોવા મળે છે. આ હોટેલ માલિક છેલ્લા 25 વર્ષથી ચકલીઓની માવજત અને રક્ષણ કરવાનું કામ કરે છે. સાથે સાથ ચકલીઓ માટેના માળા મફત વિતરણ કરે છે. હોટેલ માલિક મનસુખભાઇ મલીનો રોજિંદો અને નિત્ય કર્મ પણ ચકલીથી શરૂ થાય છે. સવારે જેવા તે હોટેલ ઉપર આવે એટલે તરત જ ચકલીઓને ખાવાનું નાખે, ચોખા, દાણા નાખવા અને સાથે સાથે ચકલીઓ માટે પાણીનો ક્યારો ભરવો અને પછી જ તેવો હોટેલમાં પોતાનું કામ ચાલુ કરે છે.


આ પણ વાંચોઃ ખોડલધામમાં બેઠક પૂર્ણ, ઉત્તર ગુજરાતના પાટીદાર નેતાઓએ કહ્યુ, નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય


અત્યાર સુધીમાં તેઓ એ હોટેલની આગળ પાછળ 250 જેટલા માળાઓ બાંધેલ છે અને અહીં 200થી 250 જેટલી ચકલીઓનું ચીચી સાંભળવા મળે છે.  હોટેલમાં આવીએ એટલે એવું લાગે કે પ્રકૃતિની ગોદમાં આવી ગયા, મોટા શહેરોમાં હાલ ચકલીઓ લુપ્ત થતી જાય છે અને ચકલીઓ માત્ર ફોટા અને પિક્ચર અને ઈન્ટરનેટના વિડીયોમાં જોવા મળે છે. ત્યારે ચકલીની 25 વર્ષથી માવજત કરતા મનસુખભાઈ લોકોને અપીલ કરે છે કે હવે જો ચકલીને બચાવી હોય અને આપણી આવનાર પેઢીને ચકલી વિષે જાણકારી આપવી હોય તો પોત પોતાના ઘરે ઓછા માં ઓછુ એક ચકલી ઘર કે ચકલી નો માળો રાખે અને ચકલી માટે વ્યવસ્થા કરે.


અહીં રોજ અસંખ્ય પ્રવાસીઓ આવે છે અને આ હોટેલ ઉપર ઉભા રહે છે. થોડી વાર મુસાફરીનો થાક ઉતારવા માટે અહીં ઉભા રહેતા પ્રવાસીઓ પણ અહીં ચકલીનું ચીચી અને કલબલાટ સાંભળીને એવો અનુભવ કરે છે કે જાણે તેવો.


આજે વિશ્વ ચકલી દિવસ નિમિતે ચકલીને સુરક્ષિત કરવા માટે આપણે જ જાગૃત થવું રહ્યું અને આપણા બાળકોને પ્રકૃતિની ઓળખ માટે પણ ચકલીઓને સુરક્ષિત કરવી જરૂરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube