ઝી ન્યૂઝ/દાહોદ: જિલ્લામાં ધુળેટીના દિવસે અંગારામા ચાલવાની અનોખી પરમપરા જેને લોકો “ચુલના મેળા“ તરીકે ઓળખે છે. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રણિયારમા લોકો પોતાની માનતા પુરી કરવા ધુળેટીના દિવસે લોકો ધગધગતા અંગારામા ચાલી પોતાની માનતા પુરી કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં યોગ કરતા 44 વર્ષીય યુવકનું મોત, ઓચિંતી વિદાયથી પરિવારમાં શોકનો માહોલ


દાહોદ જિલ્લો આદિવાસી સમાજ ની વસ્તી ધરાવતો બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. જેમા આદિવાસીઓ નો સૌથી મોટો તહેવાર એટલે હોળી . દાહોદ જિલ્લા ના આદિવાસી ઓ હોળી મનાવવા માટે પોતાના વતન પાછા આવતા હોય છે . ત્યારે હોળી ના ૫ દિવસ પહેલા એટ્લે અગિયારસના દિવસથી જ દાહોદ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ મેળા યોજાતા હોય છે. જેમા સૌથી મોટો મેળો એટ્લે 'ચુલ નો મેળો' આ મેળો હોળી ના બીજા દિવસ એટ્લે કે ધુળેટીના દિવસે ઉજવાય છે. જેમા લોકો મોટી સંખ્યામાં જોડાય છે. આ મેળો દાહોદ જિલ્લામા ગરબાડા તાલુકાના ગાંગરડી મા, લીમખેડા તાલુકા ના દુધીયા અને રણધીકપુર મા યોજાય છે તેમજ સૌથી મોટો મેળો ઝાલોદ તાલુકા ના રણીયાર ગામમા યોજાય છે


Income Tax Refund ના નામે ઠગોએ ફેલાવી છે જાળ: સુરક્ષિત રહેજો, નહીંતર એકાઉન્ટ થઈ ખાલી


દાહોદ જિલ્લામા આમ તો આગિયારસથી લઇને પાંચમ સુધી અનેક મેળાઓ યોજાય છે. ઝાલોદ તાલુકાના રણિયાર સરકારીમા ધુળેટીના દિવસે ઉજવાતા ચુલના મેળાનુ અનેરુ મહત્વ છે. આ મેળો રણિયાર સરકારી ગામના રણછોડ રાય મંદીરના પંટાગણમા યોજાય છે. આ મેળામા ઠંડી ચુલ અને ગરમ ચુલ એમ બે ચુલ ચાલવામા આવે છે. આ ચુલમા અંગારા કરવા માટે ગામના ઘરે ઘરેથી લાકડા અને ઘી ઉઘરાવવામા આવે છે. ત્યારબાદ આ ચુલના મેળામા સૌથી પહેલા ગામના લોકો દ્વારા ૫*૨.૫ હાથ ફૂટ લામ્બો, સવા હાથ પહોળો અને સવા પાંચ હાથ ઉંડો ખાડો ખોદવામા આવે છે.


ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનિઝે ગાંધીનગરમા રમી ધુળેટી,જુઓ મોંઘેરા મહેમાનના PHOTOs


આ ખાડામા સૌથી પહેલા લોકો પોતાની માનતા પ્રમાણે હાથમા પાણીનો લોટો અને નાળિયેર લઇને સૌથી પહેલા ઠંડી ચુલ ચાલતા હોય છે. ત્યારબાદ ગરમ ચુલ ચાલવામાં આવે છે. ત્યારે એ જ ખાડામા સુકા લાક્ડા મુકીને સળગાવવામા આવે છે. ત્યારબાદ એક્દમ ધગધગતા અંગારા થઇ ગયા બાદ લીમડાના ઝાડની ડાળી અને પાંદ્ડા વડે અંગારામા ઘીની આહુતી આપતા હોય છે. આ ચૂલમા ચાલવા માટે બાજુમા આવેલ તળાવમા સ્નાન કરીને ભીના કપડે ચુલના ફેરા ફર્યા બાદ પોતાની માનતા પુરી કરવા માટે લોકો ધગધગતા અંગારામા ચાલતા હોય છે. 


આ ચુલના મેળામા ચાલતા લોકોને કોઈપણ જાતની ઈજાઓ થતી નથી કે પગમાં છાલા પણ પડ્તા નથી. ત્યારે ઝાલોદ તાલુકાના રણીયારમા ચુલના મેળામા લોકો ધગધગતા અંગારામા ચાલીને પોતાની માનતા પુરી કરતા હોય છે. આ મેળાને જોવા માટે દૂર-દૂર થી લોકો આવે છે.