અમદાવાદ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા જ તમામ પક્ષોમાં રિસામણા મનામણાનો દોર ચાલુ થઇ ચુક્યો છે. તમામ પક્ષો દ્વારા આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં યુવા અને નવા ચહેરાઓ ઉતારવામાં આવ્યા છે. જેના કારણે જુના નેતાઓનાં ચહેરા ઉતરી ગયા છે. વિવિધ દાવાઓ સાથે પાર્ટી છોડી રહ્યા છે. કોઇ પાર્ટી પૈસા લેતા હોવાનાં તો કોઇ અવગણના થતી હોવાનાં કારણો ધરી ધરીને રાજીનામાં ધરી રહ્યા છે. તેવામાં ભાજપ દ્વારા તો હવે રિસાયેલાને કોરાણે મુકીને આગળ વધી જવાનો નિર્ણય લઇ લેવામાં આવ્યો છે. જો કે કોંગ્રેસમાં સૌથી વધારે સ્થિતી ડામાડોળ છે. તેવામાં રાજીનામાઓની જાણે ફેશન ચાલી રહી હોય તે પ્રકારે સભ્યો દ્વારા પક્ષમાં રાજીનામા ધરવામાં આવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં ચોવટિયાનું રાજીનામું 
જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તમામ હોદા પરથી રાજીનામું આપી કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. સિનિયરોની પાર્ટીમાં અવગણના ના કારણે તમામ હોદા પરથી આપ્યું રાજીનામુ ધરી દીધું. દિનેશ ચોવટીયા ગત વિધાનસભા ચૂંટણીમાં રાજકોટ વિધાનસભા 70 ચૂંટણી લડી ચુક્યા છે. દિનેશ ચોવટીયા રાજકોટ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. સગાવાદ અને પેસાદાર નેતાઓને મહત્વ મળતું હોવાનો આક્ષેપ લગાવ્યો છે. ગુજરાત કોંગ્રેસમાં ભાગલાવાદી નીતિ અને કોઈ કોઈ સાંભળતું નથી. રાજકોટ મનપામાં ટિકિટોની વહેંચણીમાં પૈસા લઇને ટિકિટો અપાયાનો આક્ષેપ સાથે રાજીનામું 


પંચમહાલ કોંગ્રેસમાં પણ ભડકો
કોંગ્રેસમાં તમામ જિલ્લાઓમાં એક પછી એક વિકેટો ખરી રહી છે. અનેક નેતાઓ રાજીનામાં આપી ચુક્યા છે. આજે અનેક નેતાઓએ બપોર સુધીમાં રાજીનામાં આપ્યા હતા. પંચમહાલમાં પ્રિયંકા પરમાર,મહિલા કોંગ્રેસ પ્રમુખે ટિકિટ નહી મળતા રાજીનામું આપી દીધું હતું. જેના પગલે જયશ્રી પરમાર,ઉપ પ્રમુખ, કોંગ્રેસ મહિલાએ પણ રાજીનામું આપ્યું હતું. જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખએ આપ્યું રાજીનામુ આપતા ચકચાર મચી ગઇ હતી. જિલ્લા પંચાયતની કાકણપુર જિલ્લા પંચાયત સીટ પરથી માંગી હતી ટિકિટ જો કે ટિકિટ નહી મળતા રાજીનામાં. દુષ્યંત ચૌહાણએ ટીકીટ કાપી હોવાનો આક્ષેપ કરી આપ્યું રાજીનામું આપી દીધું. 


ગીરસોમનાથમાં ભાજપમાં ભડકો થયો
સ્થાનિક સ્વરાજયની ચુટણીમાં જીલ્લાના અનેક કાર્યકરો ટિકિટ ફાળવણીથી નારાજ છે. જીલલા પંચાયતની પ્રાસલી સીટમાં જીલ્લા પ્રમુખના સગાને ટિકિટ અપાતા કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. ફરી વિચારણા કરીએ પણ એમના કુટુંબના રાજવીર ઝાલાને ટીકીટ આપી દેવાઇ છે. પરેશ ગોવીંદ પરમાર જીલલા પ્રમુખના ભાઇ છે. પ્રાસલી ગામના સરપંચે ભાજપના હોદ્દા પરથી રાજીનામું આપી અપક્ષ ઉમેદવારી નોંધવી. ત્રણ ટમ થી સરપંચ તરીકે સેવા બજાવતા અને પ્રાસલી તાલુકા પંચાયત સીટના ઇન્ચાર્જ નરસિંહ જાદવે નારાજગી વ્યક્ત કરી ભાજપ સાથે છેડો ફાડ્યો. બહોળી સંખ્યામાં ટેકેદારો સાથે અપક્ષ ઉમેદવારી નોંધવી.


પંચમહાલમાં કોંગ્રેસ બાદ ભાજપમાં પણ ભડકો
ગોધરા શહેર ભાજપમાં ભડકો જોવા મળ્યો હતો. ગોધરા શહેર ભાજપ મહામંત્રીએ આપ્યું રાજીનામું આપી દીધું. શહેર ભાજપ મહામંત્રી પદેથી રાજીનામુ આપી મુકેશ જ્યસવાલે વોર્ડ 2 માંથી અપક્ષ ઉમેદવારી પત્ર ભર્યું. પાર્ટીમાં જુના કાર્યકરોની અવગણના થતી હોવાને લઈને રાજીનામુ આપ્યું છે. ગોધરા પાલિકાના વોર્ડ 2 માં પોતાની સાથે અન્ય 3 અપક્ષ ઉમેદવારો સાથે કરી ઉમેદવારી કરી. અપક્ષની પેનલ બનાવી વોર્ડ નમ્બર 2 માંથી નોંધાવી ઉમેદવારી નોંધાવી છે. અલગ અલગ બેઠકો પર પ્રબળ દાવેદાર મનાતા ઉમેદવારો ના નામો કપાતા કરી શકે છે અપક્ષ ઉમેદવારી નોંધાવી રહ્યા છે. 


ભરૂચ કોંગ્રેસમાં પણ ભડકો થયો
ભરૂચ જિલ્લા કોંગ્રેસની મહિલા પાંખના ઉપપ્રમુખ ઉર્મિલા ભગતનું પક્ષમાંથી રાજીનામું. અંકલેશ્વરની સારંગપુર બેઠક પરથી ચૂંટણી લડવા માંગી હતી ટીકીટ. જો કે ટિકિટ નહી મળતા રાજીનામું ધરી દીધું. તેઓ આમ આદમી પાર્ટી સાથે હવે ચૂંટણી લડશે. 


ધારાસભ્ય સ્તરના ઉમેદવારોએ રાજીનામા ધરી દીધા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે કોંગ્રેસથી વધુ એક નેતાનું રાજીનામું આપ્યું. પુર્વ ધારાસભ્ય અને પુર્વ મંત્રી કિરીટ પટેલે કોંગ્રેસના તમામ પદ પરથી આપ્યું રાજીનામું આપ્યું. જિલ્લા, તાલુકા પંચાયતની અને નગરપાલિકાની ટીકીટ વહેંચણીથી નારાજગી હતી. પોતાના વતનની જિલ્લા પંચાયતની ટિકિટ વિશ્વાસમાં લીધા વિના આપ્યાનો કિરીટ પટેલે આક્ષેપ લગાવ્યો હતો. કિરીટ પટેલે હાર્દિક પટેલ પર લગાવ્યા ચોંકાવનારા આક્ષેપ 


ઓલપાડ ભાજપમાં પણ ભડકો
હાલમાં ભાજપ દ્વારા સાયણ બેઠક પર આયાતી ઉમેદવારની પસંદગી થતા ભાજપના સ્થાનિક નેતાઓ નારાજ થયા હતા. જેમાં ઓલપાડ તાલુકા સંગઠન મંત્રી દિપક પટેલે ભાજપ ના તમામ હોદા પરથી રાજીનામું આપી દીધું હતું.અને કોંગ્રેસના ઉમેદવાર સાથે ફોર્મ ભરવા આવ્યા હતા.અને સાયણ બેઠક પર ભાજપના આયાતી ઉમેદવાર ને હરાવવા દિપક પટેલ મેદાને પડ્યા છે


ગોધરા ભાજપમાં ભડકો.
ગોધરા નગરપાલિકાના ગત ટર્મના ઉપપ્રમુખ અને ભાજપના દિપક ભાઈ સોનીએ ભાજપમાંથી રાજીનામુ આપી દીધું હતું. કોઈપણ કારણ દર્શાવ્યા વિના ભાજપના સક્રિય સભ્ય તરીકે રાજીનામુ ધરી દીધું હતું. નગરપાલિકાના ઈલેક્શનમાં ટીકીટ ની ફાળવણી મામલે કેટલાક પીઢ ભાજપ નેતા અને કાર્યકરો નારાજ હોવાછી ભાજપ જિલ્લા પ્રમુખને પોતાનું રાજીનામું સોંપ્યું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube