Ahmedabad News : અમદાવાદમાં પ્રોપર્ટીના ભાવ તોતિંગ છે. અહી ઘરનું ઘર બનાવવું હોય તો લોકોને મોંઘુ પડી જાય છે. લાખો વેરવા પડે છે, ત્યારે જઈને સારો ફ્લેટ મળે છે. પરંતુ જો તમે મોંઘાદાટ ફ્લેટ પાછળ કરોડો કે લાખો ખર્ચતા હોય તો સાવધાન થઈ જજો. કારણ કે, એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. અમદાવાદના બિલ્ડર ગ્રાહકોને સુવિધા આપવામાં કાચા હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે. રેરાને ગ્રાહકો પાસેથી 2017 થી કુલ 2 હજાર ફરિયાદો મળી છે. આ ફરિયાદોમાં એ મામલે છે, બિલ્ડરો ગ્રાહકોને યોગ્ય સુવિધા આપતા નથી. રેરાના રિપોર્ટમાં દાવો કરાયો કે, ગુજરાતભરમાંથી રેરાને મળેલી 2 હજાર ફરિયાદમાંથી 811 અમદાવાદમાં થઈ છે. કુલ 34 પ્રોજેક્ટ સામે 523 ફરિયાદો નોંધાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેરાને મળી છે બિલ્ડર સામે ફરિયાદ
2017 થી રેરાને કુલ 2 હજાર ફરિયાદો મળી છે. ગત વર્ષએ 2021-22 માં રેરાને કુલ 380 ફરિયાદો મળી છે. આ ફરિયાદોમાં સૌથી વધુ ફરિયાદ અમદાવાદમાં થઈ હીત. કુલ 1419 ફરિયાદનું નિરાકરણ લાવવામાં આવ્યું હોવાનો દાવો રેરાએ વ્યકત કર્યો છે. જેમાં 811 ફરિયાદ અમદાવાદ જિલ્લામાં આવી છે. જે પૈકી 70 ટકાનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. ફરિયાદોના સંદર્ભમાં વડોદરા બીજા ક્રમે આવે છે ત્યારબાદ સુરત અને ગાંધીનગરનો નંબર આવે છે. સૌથી ઓછી ફરિયાદો રાજકોટમાંથી નોંધાવાઈ છે.


કેવી કેવી ફરિયાદો થાય છે
ફરિયાદોની વાત કરીએ તો, વ્યાજ રિફંડ અંગેની, કબજો નહિ આપવાની, વેચાણ દસ્તાવેજ અંગેની, વળતર વિશેની ફરિયાદો કરાય છે. તો આ ઉપારંત નબળી કામગીરી અને પ્રમોટર્સ દ્વારા મીસલીડિંગ હોવાની પણ ફરિયાદો રેરાને કરાઈ છે. તેમજ બિલ્ડીંગમાં માળખાકીય ખામીઓ, પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી, ગેરમાર્ગે દોરતી જાહેરાતો, વેચાણ દસ્તાવેજ એક્ઝિક્યુશનની પણ ફરિયાદો કરાય છે. 


સુઓમોટો પણ થાય છે દાખલ થાય છે 
કેટલાક કિસ્સામાં સુઓમોટો પણ દાખલ થાય છે. જેમાં એવુ હોય છે કે, કોઈ બિલ્ડરે પ્રોજેકટની નોંધણી કરાવ્યા વિના જ તેનું બુકિંગ, વેચાણ અને વેચાણ માટે જાહેરાત કરે છે અથવા તો તેના વેચાણ માટે દરખાસ્ત કરે તો અધિનિયમ કલમ 3 હેઠળ સુઓમોટો દાખલ કરાય છે. બિલ્ડરો તેમના પ્રોજેકટના ત્રિમાસિક અહેવાલ રજૂ ન કરે, વાર્ષિક ઓડિટ અહેવાલ રજૂ ન કરે અને રેરાનો નોંધણી નંબર અને વેબસાઈટ દર્શાવ્યા વિના કોઈ પ્રોજેક્ટની જાહેરાત કરે તો સુઓમોટો દાખલ થાય છે. અમદાવાદ અને વડોદરામાં સૌથી વધુ સુઓમોટો કેસ છે. જો કે, ગત વર્ષે સૌથી વધુ સુઓમોટોના કેસ વડોદરામાં થયા છે. સુઓમોટોના 1500 કેસમાં રેરાએ 13 કરોડ દંડ ફટકાર્યો છે. જેમાંથી 9 કરોડ વસૂલાયા છે.