ઘરમાં જ પ્રિન્ટિંગ મશીનથી ભેજાબાજ છાપતો ચલણી નોટો, અંદરના દ્રશ્યો જોઈ પોલીસ પણ માથું ખંજવાળતી રહી ગઈ!
ઝોન-2 ડીસીપી સ્ક્વોડની ટીમને માહિતી મળી હતી કે ગત મોડી રાત્રે ચાંદખેડા વિસ્તારમાંથી ઇકો ગાડીમાં શૈલેષ ક્રિશ્ચન નામનો શખ્સ ડુપ્લીકેટ નોટ લઈ પસાર થઈ રહ્યો છે.
ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં ફરી એક વખત નકલી નોટોનો કારોબાર ઝડપાયો છે. ઘરમાં જ પ્રિન્ટિંગ મશીનથી નકલી નોટો છાપતા હતા. ફરજી વેબ સિરીઝમાં બતાવેલી મોડ્સ ઓપરેન્ડીથી નકલી નોટો છાપવાનું નેટવર્ક શરૂ કર્યું હોવાની પોલીસને છે શંકા. કેવી રીતે બજારમાં વેચવાના હતા નકલી નોટો..કોણ છે આ આરોપી જોઈએ આ અહેવાલમાં.
આ અઠવાડિયે ફરી ગુજરાતમાં મેઘો આફત બનશે, જાણો ક્યાં ક્યાં વરસશે કરા સાથે કમોસમી વરસાદ
નકલી નોટ બજારમાં ફરતી થાય તે પહેલાં જ ચાંદખેડા વિસ્તારમાંથી નકલી નોટોના જથ્થા સાથે ચાર આરોપીની ધરપકડ કરાઈ છે. ઝોન-2 ડીસીપી સ્ક્વોડની ટીમને માહિતી મળી હતી કે ગત મોડી રાત્રે ચાંદખેડા વિસ્તારમાંથી ઇકો ગાડીમાં શૈલેષ ક્રિશ્ચન નામનો શખ્સ ડુપ્લીકેટ નોટ લઈ પસાર થઈ રહ્યો છે. જેના આધારે ઇકો ગાડી પકડી તપાસ કરતા શૈલેષ ક્રિશ્ચન પાસેથી એક બેંક માંથી 500 દરની 10 લાખની બનાવટી ચલણી નોટો 20 બંડલ મળી આવ્યા હતા.
તાજેતરમાં રિલીઝ થયેલી વેબ સિરીઝે તો ભારે કરી! આરોપીઓની મોડસ ઓપરેન્ડી જોઈ પોલીસ ચોંકી
આરોપી શૈલેષની પૂછપરછ કરતા કહ્યું કે પોતાના મિત્ર પરાગ ઉર્ફે પકો વાણીયા તેમજ અન્ય બે મિત્રોની મદદથી દાસ્તાન સર્કલ પાસે આવેલ એક મકાન ભાડે રાખીને કલર પ્રિન્ટર મશીન મારફતે ડુપ્લીકેટ નોટ તૈયાર કરતા હતા.. ચાર આરોપી પાસેથી 25 લાખ રૂપિયાની ડુપ્લીકેટ નોટો કબજે લઈ વધુ તપાસ શરૂ કરી છે.
હવે અમદાવાદમાં પુરુષોને બહાર નીકળવું ભારે પડ્યું! જાણો આ વિસ્તારમાં કેવા થાય છે કાંડ
પોલીસની ગીરફતમાં રહેલ પરાગ ઉર્ફે પકો વાણીયા,જગદીશ કુમાર પટેલ,બ્રિજેશ કુમાર પટેલ અને શૈલેષ ક્રિશ્ચન ચારેય ભેગા મળી છેલ્લા દોઢ મહિનાથી દાસ્તાન સર્કલ પાસે એક મકાન ભાડે રાખી ડુપ્લીકેટ ચલણી નોટ બનાવતા હતા...નકલી નોટોનું નેટવર્ક શરૂ કરવા માટે મુખ્ય આરોપી પરાગ ઉર્ફે પકો વાણીયાએ એક પ્લાન બનાવ્યો અને બે કલર પ્રિન્ટર મશીન ,પેપર કટર સહિતની સામગ્રી વસાવી. જે બાદ પરાગે કોમ્પ્યુટર પર 500 અને 200 ના દરની નોટ ડિઝાઇન તૈયાર કરી અને નકલી નોટો પ્રિન્ટ કરી હતી.
કેરીના રસિયાઓ માટે ખુશખબર:માર્કેટમાં કેસર કેરીના શ્રી ગણેશ, જાણો આ વર્ષે શું છે ભાવ?
આ ડુપ્લીકેટ નોટ 50 ટકાની કિંમત એ બજારમાં વેચવાના ફિરાકમાં હતા પરંતુ પોલીસને માહિતી મળતા જ નકલી નોટોના નેટવર્ક નો પર્દાફાશ થયો છે. હાલ પોલીસે પ્રિન્ટિંગ મશીન, કાગળ કટિંગ કરવાનું કટર, કોરા કાગળ, લેપટોપ, મોબાઇલ, ફોર વ્હીલર સહિત નકલી ચલણી નોટો મળી 25 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
દાળ-ભાત ખાવામાં ગુજરાતીઓ શૂરા, આ મહેણું ભાગ્યું! આ કોલેજમાં આર્મી, નેવીનો કોર્ષ શરૂ
પકડાયેલ મુખ્ય આરોપી પરાગ વાણીયા વર્ષ 2021માં પણ એસ.ઓ.જી ના હાથે નકલી નોટોના કેસમાં ઝડપાઈ ચુક્યો છે..ત્યારે પકડાયેલ આરોપીમાં બ્રિજેશ કુમાર પટેલ બેકાર છે, પણ ઇલેક્ટ્રિકલ બી.ટેક સુધીનો અભ્યાસ કર્યો છે. આરોપીઓ નકલી નોટ બજારમાં મૂકી શોર્ટકટમાં પૈસા કમાવવા માંગતા હતા. પરંતુ પોલીસે આરોપીને ઝડપી જેલ હવાલે કરી દીધા.