રક્ષિત પંડ્યા/રાજકોટ :સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (saurastra university) ફરી એક વખત વિવાદમાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ખાનગી કોલેજોમાં ઇન્ટર્નલ માર્ક વધુ આપવાનું કૌભાંડ સામે આવ્યું છે. છેલ્લા ચાર વર્ષમાં સરકારી અને ગ્રાન્ટ ઈન એઇડ લો કોલેજની સરખામણીએ ખાનગી લો કોલેજના વિદ્યાર્થીઓ ટોપ ટેનમાં વધુ આવ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લો ડિપાર્ટમેન્ટના સભ્યોએ તપાસ કરતા છ જેટલી ખાનગી કોલેજો દ્વારા ઇન્ટર્નલ માર્ક વધુ આપવામાં આવ્યા હોવાનું વિગત સામે આવી હતી. ચોંકી ઉઠેલા લો ફેકલ્ટીના સભ્યોએ તાકીદે બેઠક બોલાવી કુલપતિ અને પરીક્ષા નિયામકને ફરિયાદ કરી હતી.


Video : છેલ્લી પાટલી પર બેસીને વિદ્યાર્થીઓએ કરી kiss, 30 સેકન્ડ સુધી ક્લાસ રૂમમાં સનસનાટી મચી ગઈ  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લો કોલેજના પરિણામો સારા લાવવા માટે ઇન્ટર્નલ માર્કની લ્હાણી કરવામાં આવતી હોવાની રજૂઆત બાદ કુલપતિ ડોક્ટર નીતિન પેથાણી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મહત્વનું એ છે કે, ઇન્ટર્નલ માર્કમાં 30 માર્ચ અને સેમેસ્ટર-6માં 90 થી 95 મૂકીને વિદ્યાર્થીઓને ટોપ ટેનમાં સ્થાન આપવાનું આખું કારસ્તાન સામે આવ્યું છે. સરકારી અને ગ્રાન્ટ ઈન એઇડ કોલેજ અને ખાનગી લો કોલેજના વિદ્યાર્થીઓમાં ત્રણ વર્ષમાં 400 ગુણનો તફાવત આવ્યો છે. કુલપતિ ડો. નીતિન પેથાણીએ નિવેદન આપતા કહ્યું કે, લો ફેકલ્ટીના સભ્યોએ મને રજૂઆત કરી છે. એકાદી કોલેજમાં આ પ્રકારે ઇન્ટરનલ માર્ક વધુ મુકવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તપાસમાં ગેરરીતિ સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


સુરત : ‘અમારી કિશોરી પરત પાછી લાવો...’ની માંગણી સાથે 300 લોકોનું ટોળુ વરાછા પોલીસ સ્ટેશન પહોંચ્યું 


ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવાદો વધી રહ્યાં છે. હજી ગઈકાલે જ એક પ્રોફેસરે એક વિદ્યાર્થીની પાસેથી શરીર સુખની માંગણી કરી હતી. આ ઓડિયોક્લિપ વાયરલ થતા જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટો ખળભળાટ થયો હતો, તો આ પહેલા માસ કોપીને કારણે યુનિવર્સિટી ચર્ચામાં આવી હતી. ત્યારે વિવાદોનો સિલસિલો અટકવાનું નામ જ નથી લેતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક