અમદાવાદ : હાલમાં ચાલી રહેલા લગ્નગાળાને કારણે અમદાવાદમાં શરૂઆતે અનોખા અને આખરે વિચિત્ર પ્રકારનાં લગ્ન થયા હતા. જેમાં બપોરે 3 વાગ્યે યુવાન અને યુવતી લગ્નગ્રંથીથી જોડાયા હતા. લગ્ન બાદ સાંજે 7 વાગ્યે બંન્નેનું રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વરરાજાએ દુધ પીવાની વિધિનો વિરોધ કરતા બંન્ને પક્ષના સભ્યો વચ્ચે ઝગડો થયો હતો. જોતજોતામાં આ ઝગડાએ ગંભીર સ્વરૂપ ધારણ કરતા વરરાજા, કન્યા જાનૈયા અને કન્યા પક્ષનાં લોકો સહિતનું ટોળું પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યું હતું. જ્યાં 6 કલાક સુધી બંન્ને પક્ષો વચ્ચે બોલાચાલી અને ચર્ચા વિચારણા ચાલી રહી હતી. જો કે 3 વાગ્યે બંન્ને પક્ષોએ આખરે છુટાછેડા જાહેર કરતા ચકચાર મચી જવા પામી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાંથી 42 કિલો બિનવારસી ગાંઝો ઝડપાયો, બીજી તરફ 5 લાખનું ડ્રગ્સ ઝડપાયું

દિલ્હીથી આવેલા વરરાજાએ બપોરે 3 વાગ્યે પાર્ટી પ્લોટમાં યુવતી સાથે લગ્ન કર્યા
સોલા હાઇકોર્ટ વિસ્તારમાં રહેતા સિંધી પરિવારની યુવતીનું લગ્ન દિલ્હીના યુવાન સાથે નક્કી કરવામાં આવ્યું હતું. જો કે સોલા હાઇકોર્ટ વિસ્તારમાં જ આવેલી એક પાર્ટી પ્લોટમાં હાલમાં જ બંન્નેના લગ્ન યોજાયા હતા. દિલ્હીથી આવેલા વરરાજાએ બપોરે 3 વાગ્યે પાર્ટી પ્લોટમા લગ્ન કર્યા હતા. સાંજે 7 વાગ્યે તે જ પાર્ટી પ્લોટમાં બંન્નેના રિસેપ્શન યોજાયું હતું. જેમાં લગભગ 8 વાગ્યે દૂધ પીવાની વિધિના મુદ્દે બંન્ને પક્ષો વચ્ચે વિવાદ થયો હતો. વિવાદ આખરે તકરારમાં પરિણમી હતી. મુદ્દો આખરે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.


Navy Dayની જામનગર ખાતે ભવ્ય ઉજવણી, પરેડ અને રિટ્રીટનું કાર્યક્રમોનું આયોજન
Bin Sachivalay Clerk Exam: વિદ્યાર્થીઓની 'એક્તા'થી સરકાર ભીંસમાં!, CM રૂપાણીએ તાકીદે બોલાવી બેઠક
સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં સમાજના આગેવાનો અને બંન્ને પરિવારનાં લોકો એકત્ર થવા લાગ્યા હતા. બંન્ને તરફથી ખુબ જ સમજાવવામાં આવ્યા હતા. જો કે તેમ છતા પણ વરરાજા કે કન્યા કોઇ ટસથી મસ થવા માટે તૈયાર નહોતા. તમામ મધ્યસ્થી નિષ્ફળ રહેતા રાત્રે 3 વાગ્યે વરરાજા અને કન્યાએ છુટાછેડાનો નિર્ણય લેવાનો હતો. બંન્ને પક્ષોએ ફરિયાદની ના પાડી દીધી હતી. વાત એટલી હદે વણસી ગઇ હતી કે સમાજનાં આગેવાનોની હાજરીમાં છુટાછેડાનો નિર્ણય લેવાયો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube