પરખ અગ્રવાલ/અંબાજી : દાંતા તાલુકાના ખેરમાળ ગામમાં 13 વર્ષની કિશોરીની રૂપિયા બાબતે સોદેબાજી થઈ છે. કિશોરીના લગ્નના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા પંથકમાં ચકચાર મચી છે. છોકરી પાછી આવી જશે તો પૈસા પાછા આપીશું સહિતની શરતો વીડિયોમાં કેદ થઈ છે. કન્યાના વિક્રયમાં વચેટિયાઓ હોવાનું સામે આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેશનકાર્ડમાં દર્શાવેલી વિગત મુજબ ગમાર હસાભાઇ ગલબાભાઇના પરિવારમાં 13 વર્ષીય સગીરા પણ છે. જન્મતારીખના પત્ર મુજબ આજે 15 વર્ષની ઉંમરે પહોંચી છે. લગ્નની સોદાબાજી થઈ હોવાના તસવીરો અને વીડિયો સહિતની વિગતો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. લગ્નની સોદાબાજી નક્કી કરી ખાતરી કરાવવા માટે લગ્ન ફોક જાય તો પૈસા પાછા આપીશું તેવી બાંહેધરી પણ આપવામાં આવે છે.


વડોદરા: સાવલી પાસે મહિસાગર નદીમાં નાહવા પડેલા 6 મિત્રોમાંથી 2 ડૂબ્યા


સૂત્રોએ જણાવ્યું હતું કે, રેશનકાર્ડ, લગ્નના ફોટા-વિડીયો, અન્ય એક સોદાબાજીનો વિડીયો સહિતની વિગતોથી કન્યા વિક્રયનો સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે.ઉર્મિલા સગીર વયની છતાં પૈસા માટે પુખ્ત વયના યુવાન સાથે લગ્ન કરાવ્યા છે. છોકરીના લગ્ન બાબતે કરાર, શરતો અને બાંહેધરી દર્શાવતો વિડીયો જોતાં મામલો અત્યંત ગંભીર બની ગયો છે.


ખેડા: ગળતેશ્વર પાસે કાર અને લક્ઝરી વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5ના મોત


જિલ્લા પંચાયતની દાંતા બેઠકના સદસ્ય એસ.એમ તરાલના પુત્ર અશ્વિન તરાલે જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા જ બાળલગ્નનો સોદો થયો છે. ગામના સરપંચે મને ઘટનાની જાણ કરી હતી. વચેટીયા આવા સોદા કરાવી રહ્યા હોવાનું ધ્યાને આવ્યું છે.


જુઓ LIVE TV :