ઝી બ્યુરો/જૂનાગઢ: જિલ્લાના કેશોદમાં યુવક સાથે લગ્ન કરી ત્રણ લાખ રોકડ અને સોનાના દાગીના લઈ રફુચક્કર થતા કેશોદ પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. કેશોદમાં લગ્ન કર્યા બાદ રક્ષાબંધન કરવાના બહાને પરપ્રાંતીય યુવતી ઘરેણા, મોબાઈલ, કપડા લઈ રફુ ચક્કર થઈ જતા યુવકે યુવતી સહિત સાત સામે 3.1 લાખની રકમ ઓળવી જઈ વિશ્વાસઘાત છેતરપિંડી અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારી ભરતીને લઈ ફરી મોટા સમાચાર; તલાટી-જુનિયર ક્લાર્કના ઉમેદવારો માટે મોટી અપડેટ


આજકાલ લગ્ન કરાવી આપવાની લાલચ આપી સોનાના દાગીના અને રોકડ રકમ પડાવી રફુચક્કર થઈ જતી લૂંટેરી દુલ્હનના અનેક કિસ્સાઓ બનતા થયા છે ત્યારે જૂનાગઢ જિલ્લાના કેશોદમાં નાગપુરની એક લૂંટરી દુલ્હને કેશોદના યુવક સાથે લગ્ન કરી રૂપિયા 3 લાખ રોકડાં અને સોનાના દાગીના લઈ રફુચક્કર થતા છેતરાયેલ યુવકે કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા હાલ ચકચાર મચી ગઇ છે , પોલીસે આ બનાવમાં લગ્ન કરાવી આપનાર કેશોદના ઘનશ્યામ મેઘવાણી અને રૂપેસ ધામેચા ની ધરપકડ કરી હતી. 


અમદાવાદમાં ફરી ફિલ્મી દ્રશ્યો, રોડ પર ભરેલી બંદુકથી જ્વેલર્સ માલિક પર ધડાધડ ફાયરિંગ


જૂનાગઢ જિલ્લાના કેશોદમાં રહેતા દુર્ગેશ મનહર ધામેચા નામના 33 વર્ષના યુવકે ફરિયાદ નોંધાવતા કેશોદના બે શખ્સો તેમજ નાગપુરના 4 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે. નાગપુરની લલિતા એકનાથ ભાસ્કર નામની યુવતી એ સગાઈ કરી લગ્ન માટે કપડાં,ઘરેણાં મોબાઈલ સહિત 50 હજારની ખરીદી કરી હતી. 


શાહરૂખ સાથે એક ફિલ્મ કરી છોડી દીધું બોલિવૂડ, આજે 2800 કરોડની માલિક છે આ હિરોઈન


ત્યારબાદ કેશોદ આવી મંદિરમાં હારતોરા કરી લગ્ન કર્યા હતા ત્યારબાદ ગત રક્ષાબંધન કરવા સામાન લઈ નાગપુર ગયેલ જે પરત ન આવતા દુર્ગશે ફરિયાદ નોંધાવી હતી ,આમ અલગ અલગ સમયે અનેક બહાના હેઠળ સાથીદારોએ દુર્ગેશ પાસેથી 2.50 લાખની રકમ લીધી હોય નોંધાઈ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડોપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. 


સલામ છે! બે જુબાન જાનવરો માટે ખર્ચ્યા 1650000000 રૂપિયા, 12 વર્ષે સપનું થયું પૂર્ણ