અલ્પેશ સુથાર/મહિસાગર: ગાય અને બળદના લગ્ન કરાવવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઇ રહેલો આ વીડિયો રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં આવેલ ડુકા ગામનો છે. જ્યાં એક અનોખી પરંપરા મુજબ ગાય અને બળદના વિધીવત રીતે લગ્ન કરવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાય અને બળદના લગ્ન કરાવનાર ડુકા ગામ મહિસાગર જિલ્લાની સરહદથી 20 કિમિ દૂર રાજસ્થાનના ડુગરપુર પાસે આવેલું છે. ગાય અને બળદના લગ્ન માટે ગણેશ સ્થાપના, પીઠી, જમણવાર સહિતની તમામ વિધીઓ ગામ લોકો દ્વારા કરવામાં આવે છે. જેમાં ગામ લોકો સહિત આજુબાજુના ગામના લોકો પણ લગ્નમાં જોડાય છે અને ધામ ધૂમથી ઉત્સવની જેમ ગાય અને બળદના લગ્ન કરવે છે.



સમાન્ય લગ્નમાં જેવી રીતે વીધિ થાય છે તેવી જ રીતે આ ગામના લોકો દ્વારા ગાય અને બળદના લગ્નની વીધી કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહે છે. ગામ લોકોના જણાવ્યા અનુસાર આ વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે. અને ગાય અને બળદના લગ્ન દર વર્ષે કરાવામાં આવે છે ગામલોકો આ લગ્ન વીધિને એક ઉત્સવની જેમ ઉજવે છે.