ઝી બ્યુરો/સુરત: સુરતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં ચાલુ બસે એક ખાનગી લક્ઝરીના ડ્રાઈવરે મહિલા પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. લાઠીથી સુરત આવતી મારૂતી નંદન ટ્રાવેલ્સની બસમાં આ ઘટના બની હતી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે પીડિતાને તેના પુત્રને મારી નાખવાની ધમકી આપીને આ કૃત્ય આચરવામાં આવ્યું હતું. હાલ તો આ સમગ્ર ઘટનામાં કાપોદ્રા પોલીસે પીડિતાની ફરિયાદ લઈ આરોપીની શોધખોળ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિસ્તારો સાવધાન...ડૂબાડી દે એવો ગુજરાતમાં વરસાદ થશે! મોટા વાવાઝોડાંની પણ શક્યતા!


ભોગ બનનાર 33 વર્ષીય પીડિતા સુરતના પર્વત પાટિયા વિસ્તારની છે. 14મી સપ્ટેમ્બરે લાઠી ખાતે રહેતી તેની બહેનને મળવા સરથાણા ખાતેથી પીડીતા મારૂતિ નંદનની લક્ઝરી બસમાં નીકળી હતી. બીજા દિવસે સવારે તે ત્યાં પહોંચ્યા બાદ તેની ટિકિટ ઉપર લખેલા તેના નંબરના આધારે તે લક્ઝરી બસના ડ્રાઈવર જયેશ દ્વારા અવારનવાર ફોન કરી ફ્રેન્ડશીપ રાખવા દબાણ પણ કર્યું હતું. 


અહો આશ્ચર્યમ! આ નદીનું પાણી છાંટવાથી ભાઈ-બહેન બની જાય છે પતિ-પત્ની


જો કે, તેણે ના પાડી હતી. બીજા દિવસે રાત્રે ભોગ બનનાર યુવતી તે જ લક્ઝરી બસમાં ટિકિટ બૂક કરાવી પુત્ર સાથે સુરત આવવા નીકળી હતી. જ્યારે મોડી રાત્રે પેસેન્જર સૂઈ ગયા હતા. ત્યારે બીજો ડ્રાઈવર બસ ચલાવતો હોય ત્યારે ફોન કરનાર ડ્રાઈવર જયેશ પીડિતાના સોફામાં આવ્યો હતો અને સંબંધ રાખવા દબાણ કર્યું હતું અને પુત્રને મારી નાખવાની ધમકી આપી હતી. ડ્રાઈવરે મહિલા પર દુષ્કર્મ આચરીને આ વાતની કોઈને જાણ કરતી નહીં તેવી ધમકી આપી હતી. 


નામાંકિત બિલ્ડર ગ્રૂપ RK વિવાદમાં! બે બિલ્ડીંગના ઓફિસધારકોએ ખખડાવ્યા કોર્ટના દ્વાર


ખાનગી લક્ઝરી બસના ડ્રાઈવરે લગભગ 3 કલાકથી વધુ સમય સુધી હેવાનિયત ગુજારી હતી. બાદમાં પીરિત મહિલા દ્વારા સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ મથકમાં આરોપી જયેશ દાફડા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી એક ટીમ લાઠી રવાના કરી હતી જોકે આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો હાલ પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.