રાજકોટ: આઝાદી કા અમૃત મહોત્સવ અતર્ગત ઇન્ડિયન ટેક્નોલોજી કોંગ્રેસ એસોસિએશન (ITCA) દ્વારા આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગ રૂપે વિધાર્થી દ્વારા ડિઝાઇન કરી બનાવેલ 75 સ્ટુડન્ટ સેટેલાઇટ અવકાશમાં મોકલવાનો દૂરંદેશી પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. જેની જાહેરાત માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેઓના યુનાઇટેડ નેશન્સના 15મી જનરલ એસેમ્બલીના સંબોધનમાં નવેમ્બર 2021માં ન્યૂયોર્ક ખાતે કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મારવાડી યુનિવર્સિટી આ મિશનના ભાગરૂપે ક્યુબ સેટેલાઇટ વિધાર્થી દ્વારા ડિઝાઇન, ડેવેલોપ, મેન્યુફેકચર અને ટેસ્ટ કરી તેને અવકાશ માં લોન્ચ અને મોનીટર કરશે. આ ક્યુબ સેટેલાઇટ ઇસરોની સહાયથી PSLV/SSLV રોકેટ દ્વારા પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષા (320 - 500 કિ.મી) માં તરતો મુકવામાં આવશે. આ સેટેલાઇટ આબોહવા, પૃથ્વીનું અવલોકન, કૉમ્યૂનિકેશન અને ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IT), ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં ડેટા મોકલી સહાયરૂપ બનશે.


તિસ્તા વિરુદ્ધ વધુ એક મોટો ખુલાસો: 'ગુજરાત વિરોધી ષડયંત્રમાં ઝાકિયા જાફરીનો ઉપયોગ કરાયો'


ઇન્ડિયન ટેકનોલોજી કોંગ્રેસ એસોસિએશન (ITCA) એ 75 સેટેલાઇટ્સનું નિર્માણ કરવાના ઉદ્દેશ્ય સાથે 75 સેટેલાઇટ્સ મિશનની જાહેરાત કરી છે. જેની અંતર્ગત મારવાડી યુનિવર્સિટી ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી બનશે, જે વિધાર્થીઓને સ્પેસ સાયન્સ જેવા વિષયો માટે જરૂરી લેબોરેટરી એન્ડ ITCAની ટેક્નોલોજી સહાય દ્વારા સેટેલાઇટ બનાવવો, ટેસ્ટ કરવો તથા લોન્ચ કરવા જેવા વિષયો નું પ્રાયોગિક જ્ઞાન આપશે. આ મિશન માટે નાની મોટી લેબ ઉપરાંત 2 સ્પેશ્યલાઇઝ્ડ લેબનું નિર્માણ કરવામાં આવશે. જેમાં એક સેટેલાઇટ લેબ હશે અને એક ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન હશે. આ બંને દ્વારા દરેક વિધાર્થી સેટેલાઇટ વિશેનું જ્ઞાન સરળતાથી મેળવી શકશે.


પ્રો. (ડૉ) સંદીપ સંચેતી, પ્રોવોસ્ટ, (વાઇસ-ચાન્સેલર), મારવાડી યુનિવર્સિટી પ્રાસંગિક ઉદ્બોધન આપતા જણાવે છે. “આજ સુધી, સ્પેસને લગતી ટેક્નોલોજી અને પ્રવૃતિઓ રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ પૂરતી મર્યાદિત હતી તથા મોટાભાગે સરકાર દ્વારાજ તેના માટે નાણાકીય ભંડોળ પૂરું પાડવામાં આવતું હતું. આજે કોઇ પણ નાગરિક, જેવા કે શૈક્ષણિક સંસ્થાઓ તથા યુનિવર્સિટીના વિધાર્થી, કેક્લટીને પણ સ્પેસ ટેક્નોલોજીમાં સંશોધન અને પ્રદાન કરવાની તક મળી છે. ભવિષ્યમાં આવા સ્પેસ મિશન પર્યાવરણની મુશ્કેલીઓ નિવારવા જેવા અગત્યના કામો તથા વિકાસને આગળ વધારવામાં વરદાનરૂપ સાબિત થશે. મારવાડી યુનિવર્સિટીના વિધાર્થીઓને આવી સ્પેસ ટેકનોલોજીમાં શીખવાની તક ઉપલબ્ધ કરાવવાથી યુનિવર્સિટીમાં ખુબ ઊંડા ટેકનોલોજી ક્લયર અને મલ્ટી ડિસિપ્લિનરી જ્ઞાનના આદાન પ્રદાન કરતુ એક નવુ જ અંતરિક્ષ ઉભું થશે.


પાક નુકશાનીના સર્વેને લઈ કૃષિ મંત્રી રાઘવજી પટેલનું મોટું નિવેદન


ડૉ.એલ.વી. મુરલીકૃષ્ણ રેડ્ડી, પ્રમુખ, ITCA અને ડૉ. કે. ગોપાલકૃષ્ણન, સેકરેટરી, ITCA, એ આ મિશન માટે મારવાડી યુનિવર્સિટી સાથે એક એમઓયુ પર આજે હસ્તાક્ષર કરાયા છે અને તેનો સંપૂર્ણ રીતે અમલીકરણ કરવાની સમજૂતી સધાઈ હતી.


પ્રયોગશાળાઓ, સાધનો અને ઉધોગ-વાતાવરણ ઉત્તમ શિક્ષણ માટે આવશ્યક છે. મારવાડી યુનિવર્સિટી જરૂરિયાતો અનુસાર અધતન પ્રયોગશાળાઓ વિકસાવવાનું મહત્વ સમજે છે. અને આ મિશનને યોગ્ય ઠરાવવા, શ્રેષ્ઠ સુવિધાઓથી સજ્જ લેબોરેટરી વિકસાવાશે. મારવાડી યુનિવર્સિટીની ઔગ્મેન્ટેડ રિયાલિટી લેબ અને વર્ચુઅલ લેબ એક ઉદાહરણ છે કે જેની મદદ થી વિધાર્થીઓ મેટાવર્સ જેવી આધુનિક અને મુશ્કેલ ટેકનોલોજી સાથે પરિચિત થાય છે. ટેક્નોલોજી-આધારિત જ્ઞાન તે આજના સમયની માંગ છે અને મારવાડી યુનિવર્સિટી આજ ની શૈક્ષણિક સંસ્થાઓ માટે એક ઉત્તમ દાખલો છે


મારવાડી યુનિવર્સિટીમાં બહુમુખી પ્રતિભા કેળવવાનો હંમેશા લક્ષ્ય રહ્યો છે. આમ કરવાથી વિધાર્થીઓ, શૈક્ષણિક ઉપરાંત, વ્યવહારિક શિક્ષણ સાથે સંકળાયેલા રહે છે. આના અનુસંધાનમાં મારવાડી યુનિવર્સિટીએ coursera પ્લેટકોર્મ મારકત વિધાર્થીઓને એકેડેમિક્સ સિવાયના વિષયોને શીખવા પ્રોત્સાહિત કરે છે. વિધાર્થીઓને coursera સાથે 4600 અભ્યાસક્રમો ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે જે નોકરી માટે યોગ્ય અને કૌશલ્ય આધારિત છે.


સોખડા વિવાદ અંગે પ્રબોધ સ્વામી જૂથને ઝટકો, હાઇકોર્ટે હેબિયસ કૉર્પસ પિટિશનનો કર્યો નિકાલ


હાલમાં જ મારવાડી યુનિવર્સિટી દ્વારા Upgrade Campus સાથે MBA બિઝનેસ એનાલિટિક્સના વિધાર્થીઓને ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ, HR એનાલિટિક્સ, બિઝનેસ ઇન્ટેલિજેન્સ, સપ્લાય ચૈન એનાલિટિક્સ, IoT વગેરે જેવા કોર્સીસનું ઇન્ડસટ્રી લેવલનું જ્ઞાન મળી રહે તે માટે પણ એમઓયુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વિધાર્થીઓને ઇન્ડસટ્રી એક્સપર્ટ આવા એડવાન્સ વિષયો શીખવશે અને એ જ કક્ષાની ઇન્ડસ્ટ્રીમાં ઇન્ટર્નશિપ પણ અપાવશે.


મારવાડી યુનિવર્સિટી આવા રાષ્ટ્રીય મહત્વ ધરાવતા પ્રોજેક્ટનો ભાગ બનીને ખુબ ઉત્સાહિત છે કે જેમાં અસંખ્ય તકોના દ્વાર ખોલવાની ક્ષમતા છે. વિધાર્થીઓ માટે આ એક રોમાંચક અને વિકસતું ક્ષેત્ર છે. જેમાં વિવિધ વેબિનાર, રોકેટરી ચેમ્પિયનશિપ, તથા ગ્લોબલ ઇવેન્ટ્સ સાથે ઇન્ટરનેશનલ એક્સપોઝર મેળવશે. જીતુભાઇ ચંદારાણા, કો કાઉન્ડર અને વાઇસ પ્રેસિડેન્ટ મારવાડી યુનિવર્સિટી પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube