ધવલપારેખ/નવસારી: નવસારીના વાંસદામાં બે માસિયાઈ ભાઈઓ વચ્ચે ચાલતા જમીનના ઝઘડાનો ખૂની અંજામ આવ્યો છે. વાંસદાના રૂપવેલ ગામે જમીનના ઝઘડામાં આજુબાજુમાં રહેતા માસિયાઇ ભાઈઓ વચ્ચે મારામારી થઈ અને આક્રોશમાં આવીને એક ભાઈએ બીજાને ચપ્પુથી વાર કરતા સારવાર મળે એ પૂર્વે જ માસીયાઈ ભાઈનું કરૂણ મોત નિપજ્યું હતુ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદી સરકારના 9 વર્ષ પર મંત્રીઓની થશે કસોટી, 160 લોકસભા સીટનો મળ્યો 'ટાર્ગેટ'


વાંસદા તાલુકાના રુપવેલ ગામે રહેતા મહેશ પટેલ અને તેમની પડોશમાં રહેતા વિજય પટેલ બંને માસીયાઇ ભાઈઓ વચ્ચે થોડા સમયથી જમીનને લઈને વિવાદ ચાલતો હતો. જેમાં બંને ભાઈઓ છાસવારે આમને સામને થઈ જતા હતા. જેમાં ગત રોજ 40 વર્ષીય મહેશ પટેલ અને વિજય વચ્ચે જમીન વિવાદને લઇને ઝઘડો થયો હતો. 


સુરતમાં આવતીકાલથી બાગેશ્વર ધામનો બે દિવસીય દિવ્ય દરબાર યોજશે, જાણો કેવો છે કાર્યક્રમ


બંને વચ્ચેની માથાકૂટ હાથાપાઈ સુધી પહોંચી, જેમાં આક્રોશમાં વિજયએ પોતાની સાથે લાવેલ ચાકૂ મહેશના પેટમાં મારી દેતા લોહીલુહાણ થયો હતો. વિજયના હુમલાથી ગભરાઈ મહેશ પોતાના ઘરમાંથી ભાગી વાડામાં પહોંચ્યો, પણ ત્યાં બેહોશ થઈ પડી ગયો હતો. જ્યારે ચાકૂ લઈ વિજય ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો. 


ગુજરાત બોર્ડના પરિણામના કારણે ભુજના પરિવારમાં માતમ! એકના એક દીકરાએ જિંદગી ટૂંકાવી


દરમિયાન મહેશ પર હુમલો થયાની જાણ તેની પત્નીને થતા ખેતરમાંથી દોડી આવી 108 એમ્બ્યુલન્સની મદદથી મહેશને નજીકના કંડોલપાડા PHC ખાતે લઇ ગઇ હતી. પરંતુ મહેશને સારવાર મળે એ પૂર્વે તેના પ્રાણ પંખેરું ઉડી ગયા હતા. સમગ્ર મુદ્દે મહેશની પત્ની સંગીતાબેને વાંસદા પોલીસ મથકે હત્યારા અને મહેશના માંસિયાઈ ભાઈ વિજય પટેલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિજયની ધરપકડ કરી આગળની તપાસને વેગ આપ્યો છે.