મુસ્તાક દલ, જામનગર : ગુજરાતના અનેક મોટા શહેરોની જેમ જામનગર શહેરમાં પણ હવે જાહેરમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ વિશે જામનગર મહાનગરપાલિકાના કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. હવે જાહેરમાં માસ્ક ન પહેરનાર વ્યક્તિ વિરૂદ્ધ કાર્યવાહી થશે અને પહેલીવાર 200 રૂ.નો અને પછી બીજી વખત 500 રૂ.નો દંડ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટે લોકલ ટ્રાન્સમિશન રોકવા માટે માસ્કને ફરજિયાત બનાવવાનું નક્કી કર્યું છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ રવિવારે કહ્યું હતું કે, સોમવારે સવારે છ વાગ્યાથી અમદાવાદના જાહેર રસ્તા, સ્થળો, કરિયાણા, દૂધ, શાકભાજી કે મોલ અથવા પેટ્રોલપંપ પર જનારા અને ત્યાં કામ કરતા સંચાલકો સહિત કામદારોએ માસ્ક ફરજિયાત પહેરવું પડશે.


ગુજરાતમાં કોરોના (coronavirus) ને લઈને સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, સાથે જ નવા વિસ્તારોમાં પણ કોરોનાનુ સંક્રમણ વધી રહ્યું છે. લેટેસ્ટ આંકડા મુજબ, આજે ગુજરાતમાં એકસાથે કુલ 105 નવા કેસ આવ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો 871 પર પહોંચી ગયો છે. નવા કેસોમાં અમદાવાદ બાદ સુરતનો આંકડો મોટો છે. અમદાવાદમાં 42 નવા કેસ તો સુરતમાં એકસાથે 35 નવા કેસ ઉમેરાયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube