મૌલિક ધામેચા/અમદાવાદ : એક તરફ દેશ અને  દુનિયા કોરોના મહામારીની સામે જજુમી રહ્યુ છે, ત્યારે કાળા બજારીઓ બેફામ બન્યા છે.કોરોના કાળમાં રક્ષણ મેળવવા માટે માસ્ક પહેરવુ ફરજ્યાત છે. ત્યારે અમદાવાદમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ માસ્ક નો જથ્થો કારંજ પોલીસે ઝડપ્યો છે.ત્યારે આવો જાણીએ કઈ કંપનીના ડુપ્લીકેટ માસ્ક પોલીસે ઝડપી પાડ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાગરિકોને હવે ગુજરાત સરકાર પર એક પૈસાનો પણ ભરોસો નથી, તમે જનતાના સેવક છો માલિક નહી: હાઇકોર્ટ


કારંજ પોલીસે શહેરના રીલીફ રોડ પર આવેલ અંબીકા સેન્ટર નામની દુકાનમાંથી બાતમીના આધારે રેડ કરતા પુમા કંપનીના ડુપ્લીકેટ માસ્કનો જથ્થો મળી આવ્યો હતો. જોકે પોલીસને જથ્થો મલી આવતા કોપીરાઈટના ફીલ્ડ ઓફીસરને જાણ કરી હતી. કોપીરાઈટ ફીલ્ડ ઓફીસર દુકાનમાં આવી પુમા કંપનીના સીંમબોલ વાળા માસ્કનો જથ્થાને ચેક કરતા ડુપ્લીકેટ હોવાનુ પોલીસને જણાવ્યું હતુ.


Rajkot: કોરોનાકાળમાં રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારીનો પર્દાફાશ, જાણો કઈ રીતે ચાલતું હતું કૌભાંડ


તમામ માસ્ક ડુપ્લીકેટ હોવાનુ સાબીત થતા કારંજ પોલીસે દુકાનના માલીક વિકાસ પટેલ સામે કોપીરાઈટ એક્ટ મુજબનો ગુનો નોંધી માસ્કનો જથ્થો ગણતા આશરે 4000 જેટલા પુમા કંપનીના અલગ અલગ માસ્ક મળી આવ્યા હતા. પોલીસે આરોપી વિકાશ પટેલની વધુ પૂછપરછ કરતા આરોપી રીલીફ રોડ પર આવેલ તેની દુકાનની નીચે જ આ માસ્કનુ મેન્યુફેક્ચરીંગ કરતો હતો. હોલસેલમાં વેચતો હતો.પોલીસની પ્રાથમીક પુછપરછમાં આરોપી હોલસેલમાં ડિલરોને માત્ર 5 રુપીયાના ભાવે માસ્ક વેચતો હતો. ચોકવનારી વાત તો એ છે કે, પાંચ રુપીયા લેખે આશરે 4000 માસ્કની કિંમત 20,000 રુપીયા સામે આવી હતી. એટલે કે પોલીસે આશરે 20000 જેટલો  મુદ્દામાલ જપ્ત કર્યો છે.


કોરોનાની ચેન તોડવા ગુજરાતમાં ક્યાં ક્યાં છે સ્વૈચ્છિક લોકડાઉન, સ્વયંભૂ બંધ, એક ક્લિક પર જાણો


હાલ તો કારંજ પોલીસે આરોપીની ધરપકડ કરી માસ્ક બનાવવા માટે પુમા કંપનીનુ કાચુ મટીરીયલ ક્યાથી લાવતો હતો અને કેટલા સમયથી આરોપી ડુપ્લીકેટ માસ્કનો મેન્યુફેક્ચરીંગ કરે છે તેને લઈને તપાસ શરુ કરી છે. પોલીસ તપાસમાં તમામ ચોકવનારા ખુલાસા સામે આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube