Surat News : સુરત શહેરમાં ફરી એકવાર સામુહિક હત્યાનો ચકચારી બનાવ બન્યો છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા સૂર્યા ટાવરમાં એક દીકરાએ પોતાના માતા-પિતા, પત્ની અને બાળકને ચપ્પુના ધા માર્યા હતા. સ્મિત જીયાણી નામના શખ્સે આખા પરિવાર સાથે આ ઘટનાને અંજામ આપ્યા બાદ પોતે પણ ગળાના ભાગે ચપ્પુ માર્યું હતું. આ ઘટનામાં પત્ની અને બાળકનું મોત નિપજ્યું છે. તો માતા પિતા અને સ્મિત હાલ સારવાર હેઠળ છે.


આ વાતની જાણ થતા જ સરથાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. પરિવારમાં અંદરો અંદર મન દુઃખ બબાલ ચાલતી હતી. જેને લઈ સ્મિત દ્વારા ઘટનાને અંજામ આપી હોવાની પ્રાથમિક વાત સામે આવી છે. પરિવાર મૂળ અમરેલીના સાવરકુંડલાનો રહેવાસી છે.