વડોદરાઃ વડોદરા નાગરિક સમિતિ (Vadodara Citizens Committee) દ્વારા નાગરિક સંશોધન કાયદાના (CAA) સમર્થનમાં પોલો ગ્રાઉન્ડ મેદાનથી ગાંધીનગર ગૃહ સુધી વિશાળ રેલી કાઢવામાં આવી હતી. ભારતના તિરંગા સાથે હજારો લોકો આ રેલીમાં જોડાયા હતા. 300 ફૂટનો ભારતનો તિરંગો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. રેલીમાં મહિલાઓ, પુરુષો, બાળકો, વૃધ્ધો સહિત તમામ લોકો જોડાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. ભાજપના સાંસદ રંજનબેન ભટ્ટ, રાજ્યકક્ષાના મંત્રી, ધારાસભ્યો અને ભાજપના કાર્યકર્તાઓ પણ રેલીમાં જોડાયા હતા. નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં લોકોએ નારા લગાવ્યા, હાથમાં પોસ્ટર અને બેનર રાખ્યા હતા. રેલીના પગલે પોલીસના ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. 


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ કૌભાંડની તપાસનો અંત


આરએએફની ટૂકડી પણ બંદોબસ્ત માં તૈનાત રહી હતી. રેલીનું લોકોએ ગુલાબના ફૂલથી સ્વાગત કર્યું હતું. જીતુ વાઘાણીએ નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરી રહેલા લોકો પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરી રહેલા લોકો પાકિસ્તાનની ભાષા બોલી રહ્યાં છે. કોંગ્રેસ લઘુમતીઓને ઉશ્કેરી વોટબેન્કની રાજનીતિ કરે છે. સંશોધિત કાયદો દેશ હિતમાં સરકારે બનાવ્યો છે. રેલીમાં જોડાયેલા લોકોએ ભારત માતાકી જય, વંદે માતરમના લગાવ્યા હતા. તો દેશ કે ગદ્દારો કો ગોલી મારો જેવા પણ નારા લગાવવામાં આવ્યા હતા. વડોદરા નાગરિક સમિતિ દ્વારા યોજવામાં આવેલી રેલીને લોકોનું ભારે સમર્થન મળ્યું અને લોકોએ સરકારના કાયદાને આવકાર્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....