Vadodara News : વડોદરાના કોયલીમાં IOCL રિફાઇનરીમાં સોમવારે સાંજે મોટો બ્લાસ્ટ થયો હતો. રિફાઇનરી કંપનીમાં નેપ્થા ટેન્કમાં વિસ્ફોટ સાથે વિકરાળ આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. આ આગ એટલી વિકરાળ હતી કે, 6 કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ગુજરાત રિફાઈનરીમાં બેન્ઝીન સ્ટોરેજ ટેન્કમાં આગ લાગ્યાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ દોડતી થઈ હતી. આગને કાબૂમાં લેવા જીએસએફસી, ગેઇલ અને નંદેસરીમાંથી ફોર્મનો મારો ચલાવવામાં આવ્યો હતો. કંપનીના 68 નંબરની ટેન્કમાં આગ લાગી હતી. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા એક કર્મચારીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મોડી રાતે બીજા બ્લાસ્ટ બાદ ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરાયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બપોરે પહેલો બ્લાસ્ટ થયો હતો 
ઈન્ડિયન ઓઈલે એક નિવેદનમાં જણાવ્યું કે, સોમવારે ગુજરાત રિફાઈનરમાં બપોરે અંદાજે 3.30 કલાકે બેન્ઝીન સ્ટોરેજ ટેન્ક (1000 કિલોમીટરની ક્ષમતા) માં આગ લાગી હતી. રિફાઈનરની ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં કેટલાક કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં એક કર્મચારીનું મોડી સાંજે મોત નિપજ્યું છે. 


‘બેડ કે નીચે સ્યૂસાઈડ નોટ રખી હૈ, પોલીસ પૂછે તો બતા દેના..’ કહીને પરિણીતાનો આપઘાત


8 કિમી દૂર બ્લાસ્ટનો અવાજ સંભળાયો, આસપાસની ઈમારતો ઘ્રુજી
પ્રાપ્ત માહિતી અનુસાર, આગ પ્લાન્ટ નંબર A-1 અને A-2 અને બોઈલરમાં ફેલાઈ હતી અને ત્યારબાદ બ્લાસ્ટનો જોરદાર અવાજ આવ્યો હતો, ત્યારબાદ આગ સ્ટોરેજ ટેન્કરમાં ફેલાઈ ગઈ હતી. આગ લાગ્યા બાદ સાયરન વાગવા લાગ્યું. સામે આવેલી તસવીરો અને વીડિયોમાં રિફાઈનરીમાંથી ધુમાડો નીકળતો જોઈ શકાય છે. જ્યારે વિસ્ફોટનો અવાજ 8 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસની ઈમારતો પણ ધ્રૂજી ઉઠી હતી. લોકો ઘરની બહાર આવી ગયા. કંપનીએ આગળ કહ્યું, 'નજીકમાં રહેતા લોકો અને અમારા કર્મચારીઓની સુરક્ષા સૌથી પહેલા આવે છે. રિફાઈનરીમાં કામ સામાન્ય છે. પરિસ્થિતિ અંગે વધુ માહિતી આપવામાં આવશે.



બ્રિગેડ કોલ જાહેર
મોડી રાતે બેન્ઝીન સ્ટોરેજ ટેન્કમાં લાગેલી આગ બેકાબૂ બની હતી. બીજો બ્લાસ્ટ થયા બાદ આગ બેકાબૂ બનતા તંત્રએ બ્રિગેડ કોલ જાહેર કરાયો છે. બ્રિગેડ કોલ જાહેર થતા રાજ્યન તમામ ફાયર ફાઈટર જવાનોને એલર્ટ કરાયા છે. હાલ વડોદરા, કરજણ, હાલોલ, આણંદ, GSFC, નંદેસરી GIDC, IOCL ના ફાયર જવાનો આગ કાબૂમાં લેવા પ્રયાસો કરી રહ્યાં છે. અમદાવાદ અને સુરતથી પણ ફાયર બ્રિગેડની ટીમો બોલાવી લેવાઈ છે. 


મોડી રાતે વધુ એક બ્લાસ્ટ થયો
સાંજે એક બ્લાસ્ટ થયા બાદ ગુજરાત રિફાઈનરી કંપનીમાં 9.30 વાગ્યાની આસપાસ બીજો બ્લાસ્ટ થયો હતો. આ આગને કાબૂમાં લેનાર એક ફાયરનો કર્મચારી ઈજાગ્રસ્ત થયો છે. બેન્ઝીન ટેન્કમાં આગ વધુ ભભૂકતા બીજો બ્લાસ્ટ થયો હતો. ફાયરના કર્મચારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. 


એક ટેન્કમાં આગ બૂઝવવા જતા બીજીમાં લાગી
IOCL માં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગ્યા બાદ તેને બૂઝવવાની કામગીરી કરાઈ હતી. એક ટેન્કની આગ બુઝાવવાના પ્રયાસ દરમિયાન બીજી ટેન્કમાં આગ લાગી હતી. એટલે રાતે 9 વાગ્યા બાદ બીજો બ્લાસ્ટ થયો હતો. બીજી ટેન્કમાં પણ આગ પ્રસરતા અન્ય જિલ્લા માંથી ફાયર બ્રિગેડ બોલાવાઈ છે. અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, હાલોલથી ફાયરની વિવિધ ટીમો આવવા રવાના થઈ છે. ગંભીર રીતે દાઝી ગયેલા એક કર્મચારીનું મોત નિપજ્યું છે. મૂળ તારાપુરના વતની ધીમંત મકવાણાનું મોત નિપજ્યું છે. તંત્રને જેનો ડર હતો તે જ થયું. 


ઈન્ડિયન ઓઈલ ગુજરાતમાં વાર્ષિક 13.7 મિલિયન મેટ્રિક ટન ઈન્ટીગ્રેટેડ રિફાઈનરી-કમ-પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ ચલાવે છે. જોકે રિફાઈનરીમાં બ્લાસ્ટનો આ પહેલો કિસ્સો નથી. બે દાયકા પહેલા 2005માં ગુજરાત રિફાઈનરીમાં મોટો અકસ્માત થયો હતો. ત્યારે નવા FCC યુનિટ સાથે જોડાયેલ પાઈપોમાં આગ લાગી હતી. ત્યાર બાદ જૂન 2010માં કરાચી ગામમાં જીઆર પ્લાન્ટના પાછળના ભાગમાં આગ લાગી હતી. જોકે આમાં કોઈનું મોત થયું નથી.


દેશની જનતાને 111 કરોડનો ચૂના લગાવનારા સાયબર માફિયા 8 પાસ નીકળ્યા, 200 FIR