અમદાવાદની 22 માળની ઈમારતના આઠમા માળે લાગી ભયાનક આગ, 200 નું રેસ્ક્યૂ કરાયું, એક મહિલાનું મોત
Ahmedabad Fire : અમદાવાદના બોપલના ઈસ્કોન પ્લેટિનમમાં આગ લાગતા એકનું મૃત્યુ... M બ્લોકના આઠમાં માળે લાગેલી આગ પહોંચી હતી 21માં માળ સુધી... બિલ્ડિંગના ડક્ટમાં આગ લાગતા બની દુર્ઘટના..
Ahmedabad News : શુક્રવારે મોડી રાતે અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ ઇસ્કોન પ્લેટિનમના એમ બ્લોકના આઠમા માળે ભયાનક આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાના કારણે ફ્લેટમાં મિનિટોમાં આગ પ્રસરી ગઈ હતી. ત્યારે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગે કલાકો સુધી રેસ્ક્યુ અને આગ ઓલવવાનું કામ કર્યા બાદ આગ કાબૂમાં આવી હતી. સદનસીબે કોઈ પણ જાનહાનિ થઈ ન હતી. સોસાયટીના અનેક સભ્યોને ધુમાડાના કારણે શ્વાસ રુંધાયા હતા. જેમણે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. આ આગમાં 56 વર્ષીય મહિલા મીના શાહનું મોત નિપજ્યું છે. તો આગમાં ફસાયેલા 200 લોકોને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરાયું હતું.
અમદાવાદના બોપલમાં આવેલી ઈસ્કોન પ્લેટિનમ ઈમારતના M બ્લોકના આઠમાં માળે શુક્રવારે મોડી રાતે આગ લાગી હતી. આ આગને કારણે એક મહિલાએ જીવ ગુમાવ્યો. 56 વર્ષીય મીના શાહનું આગથી મોત નિપજ્યું છે. આગ લાગ્યા બાદ ગણતરીની મિનિટોમાં આગ 21 માં માળ સુધી પ્રસરી હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ બુઝાવી હતી. ઘરમાં ફસાયેલા લોકોને બચાવવા રેસ્ક્યૂ હાથ ધરાયું હતું. ધુમાડાના કારણે કેટલાક લોકોના શ્વાસ રૂંધાતા તેમને હૉસ્પિટલ ખસેડાયા. લગભગ, ફાયર વિભાગે 200 જેટલા લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું.
કાળજુ ચીરી દે તેવી ઘટના, ઝાંસીની મેડિકલ કોલેજમાં 10 નવજાત બાળકો જીવતા સળગ્યા
સોમનાથ મંદિરમાં દેવ દિવાળીએ અદ્ભુત યોગ રચાયો, ધ્વજદંડ અને ચંદ્ર એક હરોળમાં આવ્યા