અંકલેશ્વર GIDC માં લાકડાના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડયા

Massive Fire Broke Out At Ankleshwar GIDC : અંકલેશ્વર જીઆઈડીસીમાં લાયન્સ સ્કૂલની પાછળ લાકડાના ગોડાઉનમાં આગ.. આગના પગલે અફરાતફરીનો માહોલ... ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડયા... ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે
Bharuch News : ભરૂચમાં અંકલેશ્વર GIDCમાં ભીષણ આગની ઘટના વહેલી સવારે બની હતી. લાયન્સ સ્કલૂની પાછળ લાકડાના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. જૈન પેકેજિંગ કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જેના બાદ આગ પર કાબૂ મેળવવા ફાયર વિભાગના પ્રયાસ હાથ ધરાયો હતો. અંકલેશ્વર, પાનોલી સહિતના ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચીને પ્રયાસો હાથ ધર્યા હતા. ઔદ્યોગિક વિસ્તારમાં આગથી અફરા તફરી મચી ગઈ છે.
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી જૈન પેકેજીંગ કંપનીમાં ભયંકર આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક ફાયર ફાયટરો આગ ઓલવવાની કામગીરીમાં લાગ્યા હતા. તો આગના બનાવને પગલે ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા.
કોઈની મદદ વગર બોર્ડની પરીક્ષા આપશે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી, ગુજરાતનો પ્રથમ કિસ્સો
અંકલેશ્વર GIDC માં આવેલી જૈન પેકેજીંગ કંપનીમાં ભયાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગ એટલી વિકરાળ છે કે આગના ધૂમાડા દૂર દૂર સુધી નજરે પડી રહ્યા છે. આગની જાણ થતાં જ અંકલેશ્વર,પાનોલી સહિતના ફાયર ફાયટરો આગ પર કાબુ મેળવવાની કામગીરી કરી રહ્યા છે.
ફાયર ફાયટરો આગ ઓલવવાના પ્રયાસો કરી રહ્યા છે
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આગ લાગવાની અનેક ઘટનાઓ બને છે.ત્યારે આજે વહેલી સવારે પણ GIDC વિસ્તારમાં લાકડાના બેલેટ બનાવતી જૈન પેકેજીંગ કંપનીમાં ભયાનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઇ છે.આગ એટલી વિકરાળ છેકે,તેના ધુમાડાના ગોટે ગોટા પાંચ કિલોમીટર સુધી જોવા મળ્યા હતા.આગની જાણ અંકલેશ્વર DPMC અને પાનોલી DPMC ના ફાયર ફાયટરોને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ટીમ સાથે સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.આ ઘટનાની જાણ થતાની સાથે જ જીપીસીબી એસડીએમ DISHની ટીમ ઘટના સ્થળે હાજર છે.
રજા મેળવવા ટ્રેઈની PSI નું કારસ્તાન : પોતાની સગાઈનું ખોટું આમંત્રણ કાર્ડ બનાવી ફસાયો