Ahmedabad News : અમદાવાદના દાણીલીમડા વિસ્તારના કાપડના ગોડાઉનમાં ભયાનક આગ ફાટી નીકળી છે. હાલ ફાયરબ્રિગેડના 15 થી વાહનો સ્થળ પર પહોંચીને આગ બૂઝવવાની કામગીરી કરી રહ્યા છે. પરંતું ધીરે ધીરે આસપાસમાં અન્ય ગોડાઉન હોવાથી આગ પ્રસરી રહી છે. સ્થાનિકો ઉપરાંત પોલીસ અને ફાયરબ્રિગેડનો મોટો કાફલો સ્થળ પર પહોંચ્યો છે. પરંતું બે કલાક બાદ પણ આગ ઉપર હજી સંપૂર્ણ કાબૂ મેળવાયો નથી. દાણીલીમડાના કોર્પોરેટરો પણ સ્થળ પર પહોંચ્યા  છે. jcb ની મદદથી ગોડાઉનની પાછળની દીવાલ તોડવાની શરૂઆત કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના દાણીલીમડાના ઢોર બજાર પાસે આગ લાગવાની ઘટના સામે આવી છે.દાણીલીમડામાં આવેલા ગોડાઉન કોહિનૂર ક્રીએશન પ્રાઇવેટ લિમિટેડમાં વહેલી સવારથી આગ લાગી હતી. ગોડાઉનમાં પતરાનો સેડ છે જેન કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આગની ઘટનાને પગલે સ્થળ પર અફરા તફરીનો માહોલ ફેલાયો હતો.. આગ એટલી વિકરાળ હતી કે ધૂમાડાના ગોટેગોટા દુર-દુરથી જોઇ શકાતા હતા.



પ્રાપ્ત માહિતી અનુસાર, આ આગમાં લાખોનો કાપડનો સમાન બાળીને ખાખ થઈ ગયો છે. સદનસીબે કોઈ જાનહની થઈ નથી. આગ લાગતા જ આસપાસના લોકો સલામત સ્થળે ખસી ગયા હતા. લોકોની આંખમા બળતરા થઈ હોવાની પણ તેઓએ જણાવ્યું હતું.