હાર્દિક દિક્ષિત, વડોદરા: કોરોના (Coronavirus) દર્દીઓ માટે જીવન રક્ષક ગણાતા રેમડેસીવેર ઈન્જેકશન (Remdesivir Injection) ની કાળા બજારીનું મસમોટું કૌભાંડ (Froud) વડોદરા શહેર પોલીસે (Vadodara Police) ઝડપી પાડ્યું છે. પોલીસે (Police) વડોદરા (Vadodara) ના ચાર તેમજ આણંદના એક શખ્સની ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં કોરોનાની સ્થિતિ ખુબ જ ચિંતાજનક છે કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓને નવું જીવન પ્રદાન કરતા રેમડેસીવેર (Remdesivir Injection) ની અછત સર્જાઈ છે. દર્દીના સ્વજનો ઈન્જેકશન (Remdesivir Injection) માટે આમતેમ ભટકી મોં માંગી કિંમત આપવા તૈયાર હોવા છતાં ઈન્જેકશન મળી રહ્યા નથી. 

જોતજોતામાં આગ પહોંચી રેલ્વેના પ્લેટફોર્મ સુધી, પાણી ભરવાની પાઇપ થકી આગ બુઝાવવાનો આવ્યો વારો


તેવામાં કેટલાક કૌભાંડીઓ આ કિંમતી ઈન્જેકશન (Injection) ની કાળા બજારી કરીને તકનો લાભ ઉઠાવી ખૂબ રૂપિયો કમાઈ રહ્યા છે. ત્યારે વડોદરા (Vadodara) શહેર પોલીસે આ કિંમતી ઈન્જેકશન (Injection) નું મસમોટું કૌભાંડ ઝડપી પાડી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.

‘ભયનો ભાર’ ઓછો કરતો ‘પુસ્તક’નો પ્રયોગ, ‘બા, હું છુ ને...! તમે શું કામ ચિંતા કરો છો...


શહેર પોલીસના એક ઉચ્ચ અધિકારીને માહિતી મળી હતી કે ઋષિ જેધે નામનો શખ્સ રેમડેસીવેર ઈન્જેકશન (Remdesivir Injection) નું બ્લેક માર્કેટિંગ કરી ઉંચી કિંમતે તેનું વેચાણ કરે છે તેમજ ઋષિ શહેરના સુભાનપુરા નૂતન વિદ્યાલ પાસે ઈન્જેકશનની ડિલિવરી આપવા આવનાર છે. જેના આધારે પોલીસે બાતમીના સ્થળે વોચ ગોઠવી ઈન્જેકશનની ડિલિવરી આપવા આવેલા ઋષિ જેધેને રંગે હાથ દબોચી લીધો હતો. દરમિયાન તેની સાથે અન્ય ઈસમો પણ કૌભાંડમાં સંડોવાયેલા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.

7 દિવસ બાયપેપ અને 3 દિવસ ઓક્સિજન પર રહી સગર્ભાએ ૧૭ દિવસના અંતે કોરોનાને આપી મ્હાત


મહત્વનું છે કે પોલીસે ઝડપેલા આરોપી ઋષિ જેધેના નિવેદનના આધારે પોલીસે વિકાસ પટેલ, પ્રતીક પંચાલ, મનન શાહ તેમજ આણંદ જિલ્લાના જતીન પટેલની ધરપકડ કરી છે. ઝડપાયેલા તમામ આરોપીઓ પોતે ફાર્મા ના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેમજ તેઓ પોતાના સંપર્ક માં રહેલા લોકો ને જ ઈન્જેકશનનો જથ્થો ઉંચી કિંમતમાં વેંચતા હતા. ઝડપેલા તમામ આરોપીઓ પાસેથી પોલીસે 4 લાખ 86 હજાર ની કિંમત ના 90 રેમડેસીવેર ઈન્જેકશન,2 લાખ રોકડા સહિત 7લાખ 61 નો મુદ્દામાલ જપ્ત કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube