માત્ર 39 કલાકમાં જ કેસરીસિંહનો ફરી `કેસરિયો`, AAPમાં જોડાયેલા માતરના MLA ફરી BJPમાં જોડાશે
Gujarat Election 2022: વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા કેસરીસિંહ નારાજ થયા હતા, ત્યારબાદ તેઓ તાત્કાલિક આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પરંતુ બે દિવસમાં તેમનો મોહભંગ થયો છે. બે
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ જામી ગયો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક મોટા ઉલટફેર જોવા મળી શકે છે. ભાજપે અગાઉ 160 ઉમેદવાર જાહેર કર્યા હતા, ત્યારબાદ આજે વધુ 6 ઉમેદવાર જાહેર કર્યા છે. પરંતુ આ સમાચારો વચ્ચે કેસરીસિંહને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીમાં જોડાયેલા માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી ફરી ભાજપમાં જોડાશે. માતરથી ટિકિટ કપાતા નારાજ કેસરીસિંહે આમ આદમી પાર્ટીનું ઝાડું પકડ્યું હતું. પરંતુ 39 કલાકમાં જ કેસરીસિંહનું મન બદલાયું હતું.
વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા કેસરીસિંહ નારાજ થયા હતા, ત્યારબાદ તેઓ તાત્કાલિક આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પરંતુ બે દિવસમાં તેમનો મોહભંગ થયો છે. બે દિવસ પહેલા જ આપમાં જોડાયેલા કેસરીસિંહ ફરી ભાજપમાં જોડાશે તેવું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.
39 કલાકમાં જ કેસરીસિંહ આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં પરત ફરશે. સૂત્રો જણાવી રહ્યા છે કે કેસરીસિંહની નારાજગી દૂર થતાં ફરી ભાજપમાં જોડાઈ શકે છે. અગાઉ કેસરીસિંહને ટિકિટ ન મળતા નારાજ થયા હતા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube