તેજસ દવે/મહેસાણા: રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનું સ્તર સુધરે તે માટેના પ્રયાસ હર હંમેશ કરવામાં આવી રહ્યા છે. પરંતુ મહેસાણા જિલ્લાના પ્રથમિક શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીને ગણિત સહિત વિજ્ઞાન સહેલાઇથી શીખવા મળે તે માટે એક નવતર પ્રયોગ રૂપે બે પુસ્તક બનવામાં આવ્યા છે. જે પુસ્તક ધોરણ 6થી 8 સુધી વિદ્યાર્થીને કામ આવશે અને ગુજરાત સરકારના પાઠ્ય પુસ્તક સિવાયના વધારાના આભ્યાસકર્મ સાથે આ બે પુસ્તક જિલ્લાના વિદ્યાર્થીમાં પસંદગી પામી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે આ બે પુસ્તક બનવા નો ખર્ચ પણ દાતાના દાન થકી અને શિક્ષકના કોઠા સુજથી સજ્જ કરવામાં આવ્યું છે.  ગણિત અને વિજ્ઞાન વિષય માટે આ કાર્ય ગુજરાતમાં પ્રથમ વખત થયું છે. આમતો મહેસાણા જિલ્લા સહિત સાબરકાંઠા જીલ્લો પણ શિક્ષકો બનાવતો જીલ્લો છે. રાજ્ય સરકારમાં મહેસાણા જિલ્લાનો શિક્ષક ગણિત વિજ્ઞાનમાં ખુબ હોશિયાર છે. રાજ્યમાં શૈક્ષણિક ગુણવત્તા વધે તે માટે સરકાર દ્વારા વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેવામાં બદલાતા સંમયમાં શિક્ષકોને પણ નવા અભ્યાસક્રમ અને નવા પ્રવાહોમાં સજ્જતા કેળવે તે માટેના પ્રયાસ થઈ રહ્યા છે.


મહેસાણા જિલ્લા દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ગણિત અને વિજ્ઞાન સજ્જતા નામે બે પાઠ્ય પુસ્તક કરતા વધુ અભ્યાસ કર્મ સાથે શાળામાં આભ્યાસ કરવામાં આવી રહ્યો છે. જે ગણિત અને વિજ્ઞાન સજ્જતા નામના બે પુસ્તક વિદ્યાર્થીઓને ખુબ પસંદગી પામી રહ્યું છે. આમતો વિદ્યાર્થી બે વિષયમાં ચોક્કસથી નીચું પરિણામ લાવતા હોય છે. તે વિષયમાં ગણિત અને વિજ્ઞાન વિષય વિદ્યાર્થી માટે માથાના દુખાવા સમાન બનવા જાય છે. મહેસાણા જિલ્લા પ્રાથમિક વિભાગ દ્વારા શાળામાં ભણતા વિદ્યાર્થી NCERTના અભ્યાસકર્મ સાથે સજ્જ કરવામાં આવ્યું છે.


JEE મેઇનના પરીણામ થયા જાહેર, સુરતના રાધવ સોમાણીનો ગુજરાતમાં પ્રથમ ક્રમ


આ પુસ્તક બનાવા માટે જિલ્લાના સારા ગણિત અને વિજ્ઞાનના ટીચર સાથે રાખીને આ પુસ્તક બનવામાં આવ્યું છે. જે ધોરણ 6 થી લઇને ધોરણ 8 સુધી એકજ રહેશે અને તેમાં તમામ આભ્યાસ કર્મ આવરી લેવામાં આવ્યો છે. હાલમાં આભ્યાસક્ર્મ ધોરણ 6માં આપવામાં આવી રહ્યો છે. જેથી વિદ્યાર્થીને શિક્ષણ સારું ગણિત અને વિજ્ઞાનમાં મળી રહેશે. પ્રથમિક વિભાગ દ્વારા એવું માનવામાં આવ્યું છે કે, મહેસાણાના વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન સારું ભણી શકે અને તેમાં ખાસ કરીને વિદ્યાર્થીનો આઈક્યુ વધે તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.


મોરબીમાં સર્જાઇ વિચિત્ર ઘટના, ચાલુ બાઇકે આધેડ મોતને ભેટ્યો


જ્યારે શિક્ષણમાં વધારાના આભ્યાસ ક્રમના દાખલા અને વિજ્ઞાનના પ્રયોગો ડીપ લેવલમાં અને વધુ આકૃતિ સાથે બનાવામાં આવ્યા છે અને દરેક ચેપ્ટરમાં તે પ્રકરણના પ્રશ્ન પત્ર પણ બનવામાં આવ્યા છે. જેથી વિદ્યાર્થી કેટલો અભ્યાસ કર્યો અને તેમાં તેમનું રિજલ્ટ શું છે તે અંગે માહિતી મળશે સાથે આ પુસ્તક બનાવવાનો ખર્ચ શિક્ષકોએ લીધો નથી અને દાતાના મદદ થકી આ પુસ્તક પ્રિન્ટ કરીને જિલ્લાની તમામ શાળામાં આપવામાં આવ્યું છે. જ્યારે આ પુસ્તક ધોરણ 6 અને 8 સુધી એકજ રહેશે જેમાં ગણિત અને વિજ્ઞાન સાથે અન્ય વિષયને પણ આવરી લેવામાં આવશે.