માવજી પટેલ શંકર ચૌધરી પર જોરદાર વરસ્યા, ‘તમે વાવનું ભર્યું ભર્યું ખેતર કોના ભરોસે છોડીને થરાદમાં ગયા!’
Mavji Patel On Shankar Chaudhary : વાવ પેટાચૂંટણીમાં ત્રિપાંખીયા મુકાબલાનો જામ્યો જોરદાર જંગ... અપક્ષના ઉમેદવાર માવજી પટેલનો આક્રમક પ્રચાર... વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પર કર્યા પ્રહાર... બેઠક બદલવા પર કર્યા આક્રમક પ્રહાર... `સારા કામ કર્યા તો કેમ રાધનપુર, વાવ છોડ્યું?`
Vav Assembly By Election 2024 : ભાજપમાંથી ટિકિટની આશાએ બેસેલા માવજી પટેલે આખરે વાવ પેટાચૂંટણીમાં અપક્ષ દાવેદારી કરી. પરંતું હવે ચૂંટણી પ્રચારમાં માવજી પટેલે ધમાકેદાર બેટિંગ કરીને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને પણ પાછળ પાડી દીધા છે. ચૂંટણી પ્રચારમાં ખરો વટ તો માવજી પટેલનો પડી રહ્યો છે. આ સાથે જ તેઓ ગુજરાતમાં ભાજપ સરકારને નિશાન પર લઈને પ્રહારો કરી રહ્યાં છે. ચૂંટણી પ્રચારમાં માવજી પટેલ ભાજપના અનેક નેતાઓને ઝપેટમાં લઈ ચૂક્યા છે. ત્યારે ફરી એકવાર વાવની પેટા ચૂંટણીમાં માવજી પટેલના આકરા બોલ સાંભળવા મળ્યા.
તમે શેના માટે છોડ્યું હારી જવાના ડર ને કે બીજું કોઈ
વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર માવજી પટેલે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ઉપર આકરા પ્રહાર કર્યા. તેમણે શંકર ચૌધરીને ટાંકીને કહ્યું કે, તમે તમારું વાવનું ભર્યું ભર્યું ખેતર કોના ભરોસે છોડીને થરાદમાં ગયા. એ કાયરતાનું મેણું આપણને ય લાગે છે. તમે શેના માટે છોડ્યું હારી જવાના ડર ને કે બીજું કોઈ. આટલા વરસ તમે સારા કામ કર્યા હોત તો તમારે રાધનપુર ન છોડવું પડ્યું હોત. રાધનપુર છોડ્યું તો અહીં આવ્યા વાવ તો આ ન છોડવું પડત. સાહેબ અમારું માથું શરમથી ઝૂકી જાય છે. ચૂંટણીઓ તો આવે ને જાય પણ તમે મેદાન છોડીને નીકળી ગયા.
વાવથી કોણ ગાંધીનગર પહોંચશે? ન ભાજપ ન કોંગ્રેસ, અપક્ષ ઉમેદવાર બન્યા ટોકિંગ પોઈન્ટ