Ambalal Patel Prediction: ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. માવઠા અંગે આગાહીકાર અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. આગામી 24 કલાકમાં મેઘરાજા સૌરાષ્ટ્ર અને કચ્છમાં કહેર વર્તાવશે. આ માવઠું ખેડૂતોના મહામૂલા પાકનો સર્વનાશ કરી શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાનમાં સક્રિય થતાં ઉત્તરીય પર્વતોમાં માવઠું થશે. રાજસ્થાનમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. તો હવામાન વિભાગે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે. જ્યાં માવઠું થવાની શક્યતા છે તે જિલ્લામાં ઠંડીનો અનુભવ થશે. 25 ડિસેમ્બરથી ગુજરાતમાં આકરી ઠંડી પડશે તેવી પણ આગાહી અંબાલાલ પટેલે કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભરશિયાળે દ્વારકા અને કચ્છમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે. ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અને આગાહીકાર અંબાલાલ પટેલે આગામી 24 કલાક માટે માવઠાની આગાહી આપી છે. 25 ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં ફરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે, જેનાથી ગુજરાતના હવામાનમાં ફરી પલટો આવતા કમોસમી વરસાદ આવી શકે છે. ડિસેમ્બરમાં પાછલા સપ્તાહ અને જાન્યુઆરીમાં પણ એક સિસ્ટમ બનશે. ફરીવાર વાવાઝોડું આવાની શક્યતા છે. વાવાઝોડું લો પ્રેસર બની શકે છે. અલ નિનો ના કારણે સિસ્ટમ સક્રિય થશે. આ ઉપરાંત અંબાલાલ પટેલે માવઠાની પણ આગાહી કરી છે. 


આ આગાહી સાચી પડી ગઈ તો...
રાજ્યમાં ઉતર પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે અને વેસ્ટન ડિસ્ટર્બન્સ વારંવાર આવવાના કારણે તાપમાનમાં સતત વધઘટ થઇ રહી છે. ગત ચોમસાની પેટર્ન કોયડા સમાન રહી હતી. તેમ શિયાળાની ઋતુ પણ કોયડા સમાન રહેશે. તાપમાનમા વધઘટ થયા કરશે. કારણ કે, વેસ્ટન ડિસ્ટર્બન્સ મજબૂત આવવા જોઈએ તેવા આવ્યા નથી. જેના કારણે ઠંડી વધી નથી. 29થી 31 ડીસેમ્બરના દેશના ઉતરિય પર્વતિય પ્રદેશમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહે છે. 5 અને 6 જાન્યુઆરીમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. તો સાતથી 10માં જાન્યુઆરીના દક્ષિણ ભારતમા વરસાદના કારણે મુંબઈનુ હવામાન પલટાશે. જે બાદ 10થી 13માં જાન્યુઆરીના રાજ્યના હવામાનમાં પલટો આવેશે. માવઠાની આફત અંગે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે, એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે અને 22થી 24 ડિસેમ્બરના માવઠું થવાની શક્યતા રહેશે. પરંતુ ભેજના કારણે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે કે વિપરિત હવામાન રહેશે.


આખો મહિનો વાતાવરણમાં પલટો આવશે
અંબાલાલ પટેલે જાન્યુઆરી મહિનાના વાતાવરણ અંગે આગાહી કરી દીધી છે અને જણાવ્યુ છે કે, જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. ઉત્તરાયણની આસપાસ હવામાનમાં પલટો પણ આવશે. ફેબ્રુઆરી મહિનામાં 5 તારીખ પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે. ભારે વરસાદના કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થશે. પશ્ચિમી વિક્ષેપોને કારણે આખો મહિનો વાતાવરણમાં પલટો આવશે. 


અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર શિયાળામાં માવઠું થવાની આગાહી કરી છે. ડિસેમ્બર મહિનામાં 22 થી 24ની વચ્ચે જોરદાર કમોસમી વરસાદ થવાની પુરેપુરી શક્યતા દર્શાવી છે, અને જાન્યુઆરી મહિનો એકદમ ઠંડો રહેવાની આગાહી કરી છે. સાથે 27 થી 29 તારીખમાં દક્ષિણ ભારતમાં હવામાનમાં પલટો આવશે અને વરસાદ પડશે.