અમદાવાદ: નોટબંધી બાદ ભારતમાં નકલી ચલણી નોટનું પ્રમાણ ઘટશે તેવો સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ નકલી ચલણી નોટના વેપારમાં ગુજરાત જ મોખરે જોવા મળ્યું છે. લોકસભામાં રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હંસરાજ ગંગારામ આહિરે નકલી ચલણી નોટ અંગેની માહિતીમાં આ ખુલાસો કર્યો છે. તેમણે રજૂ કરેલા આંકડા અનુસાર સમગ્ર દેશની 40 ટકા નકલી નોટ માત્ર ગુજરાતમાંથી જ જપ્ત કરવામાં આવી છે, નોટબંધી બાદ રાજ્યમાંથી ઝડપાયેલી નકલી ચલણી નોટનો આંકડો 6 કરોડ જેટલો થઈ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

9 નવેમ્બર 2016થી 30 જૂન 2018 સુધીમાં સમગ્ર દેશમાંથી 13.86 કરોડોની નકલી ચલણી નોટ જપ્ત કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાંથી જ 6 કરોડ જેટલી નકલી ચલણી નોટ અને બાદમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, પંજાબ, મિઝોરમ પછીના ક્રમે આવે છે. કેન્દ્ર-રાજ્યની ગુપ્તચર સંસ્થાઓ દ્વારા કરાયેલી તપાસમાં આ માહિતી સામે આવી છે. 


ગુજરાતમાં નકલી ચલણી નોટનો ધરખમ વેપાર
નોટબંધી બાદ રાજ્યમાંથી 6 કરોડની નકલી નોટ જપ્ત
લોકસભામાં રાજ્યકક્ષાના ગૃહપ્રધાને આપી માહિતી
સમગ્ર દેશની 40 % નકલી નોટ માત્ર ગુજરાતમાંથી મળી
9 નવે.2016થી 30 જૂન 2018 સુધી કરોડોની નોટ જપ્ત
સમગ્ર દેશમાંથી રુ.13.86 કરોડની નકલી નોટ જપ્ત 
ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, પંજાબ, મિઝોરમ પછીના ક્રમે