અમદાવાદ :મોરારીબાપુ અને સ્વામીનારાયણ સંપ્રદાય વચ્ચેના નીલકંઠ વિવાદ વચ્ચે ગુજરાતના જાણીતા લોક કલાકારો અને લેખકે સ્વામીનારાયણ સંપ્રદાયે આપેલા એવોર્ડ પરત કર્યા છે. લોક કલાકારો માયાભાઈ આહીર અને હનુભા ગઢવી તથા લેખક જય વસાવડાએ નીલકંઠ મુદ્દે મોરારીબાપુને સમર્થન આપીને એવોર્ડ પરત કર્યાં છે. ગુજરાતની આ જાણીતી હસ્તીઓએ સ્વામીનારાયણ સંપ્રદાયને એવોર્ડ પરત કરીને પોતાના નારાજગી વ્યક્ત કરી છે. આ કલાકારોએ વિવેક સ્વરૂપ સ્વામી સામે રોષ વ્યક્ત કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત માટે આગામી વર્ષ પાણીદાર સાબિત થશે, 118 ટકા વરસાદથી 80 ડેમ છલકાયા 


ભાવનગરની સરધાર સ્વામિનારાયણની સંસ્થા દ્વારા દર વર્ષે ગુજરાતના મોટા કલાકારોને રત્નાકર એવોર્ડ આપવામાં આવે છે. મોરારીબાપુના નીલકંઠ વિવાદ મામલે આજ સંસ્થાના સ્વામી અને બગસરા મંદિર ચલાવતા વિવેક સ્વરૂપદાસજી કલાકારો અને મોરારીબાપુ વિશે ખરાબ શબ્દો બોલ્યા હતા. જોકે આજે તેમણે કલાકારોની માફી માંગી હતી. ત્યારે લોક કલાકારો માયાભાઈ આહીર અને હનુભા ગઢવીએ તેમને નિત્યસ્વરૂપ દાસજુ વિવેકસ્વરૂપ દાસ દ્વારા મળેલ રત્નાકર એવોર્ડ અને રોકડ પુરસ્કાર પરત કર્યા છે. લેખક જય વસાવડાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને પોતે એવોર્ડ પરત કર્યાની જાહેરાત કરી છે. તેમજ જય વસાવડાએ એવોર્ડની સાથે મળેલ 21 હજાર રૂપિયા પણ પરત કર્યાં છે. આમ, નીલકંઠ વિવાદ માટે લોક કલાકારો મોરારીબાપુના અપમાન બાદ સમર્થનમાં આવ્યા છે. તેઓએ માંગ કરી છે કે, મોરારીબાપુના અપમાનની માફી માંગવામાં આવે. આમ, એવોર્ડ પરત કરીને તેઓએ પોતાનો રોષ પ્રકટ કર્યો છે.


ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજાએ ઔડાના અધિકારીઓને પૂછ્યું, ‘શું તમે આવા રસ્તા પર ચાલશો?’


માયાભાઈ આહીરે જણાવ્યું કે, તમે અપમાન અને સન્માન બે સાથે ન શોભે. તેથી મને આપેલો એવોર્ડ સ્વવિવેક અને વાદવિવાદ વગર પરત કરું છું. તો બીજી તરફ, ફેસબુક પોસ્ટ પર એવોર્ડ પરત કરવાની જાહેરાત સાથે જય વસાવડાએ લખ્યું કે, રત્નાકર એવોર્ડ મને આપવા માટે સંસ્થાનો, ખાસ તો હરદેવભાઈનો આભાર. પણ અત્યારે મને એ રાખવો યોગ્ય નથી લાગતો. મને કોઈએ કહ્યું નથી, પણ સ્વેચ્છાએ મારો રત્નાકર એવોર્ડ ધનરાશિ સહિત સવિનય હું મોરારિબાપુના સમર્થનમાં પરત કરું છું. મિત્ર હરદેવભાઈને એ પહોંચાડી દઈશ. જાહેરમાં એવોર્ડ સ્વીકારેલો, એટલે આ જાહેરમાં વાત મુકી. 


ઉલ્લેખનીય છે કે, મોરારી બાપુના વિવાદ બાદ લોકડાયરાના જાણીતા કલાકાર કીર્તિદાન ગઢવીએ પણ મોરારીબાપુને સમર્થન આપ્યું હતું. તેમણે વીડિયો જાહેર કરીને નીલકંઠના ચાલી રહેલા વાદ વિવાદને હિન્દુઓ માટે શરમજનક ઘટના ગણાવી હતી. તો મોરારીબાપુના સમર્થનમાં ગુજરાતભરના સાધુ સંતો આવ્યા હતા. મોરારીબાપુના સમર્થનમાં સાધુ સમાજના બીજા ઘણા વીડિયો વાયરલ થયા હતા. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :