અમદાવાદઃ દેશભરમાં લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehta ka Ulta Chashma) સુંદરનું પાત્ર ભજવતા મયુર વાકાણી (Mayur Vakani) કોરોનાથી સંક્રમિત થયા છે. મુંબઈમાં શૂટિંગ પૂર્ણ કર્યા બાદ અમદાવાદ પહોંચી રિપોર્ટ કરાવતા સુંદર કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. હાલ તેમની એસવીપી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં ફરી વધી રહ્યાં છે કોરોનાના કેસ
અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બુધવારે શહેરમાં 141 નવા કેસ સામે આવ્યા હતા. હાલમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ શહેરમાં કોરોનાના કેસમાં અચાનક વધારો થઈ રહ્યો છે. પહેલા શહેરમાં નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો હતો. પરંતુ હવે ફરી કેસની સાથે કન્ટેઇન્મેન્ટ ઝોન પણ વધી રહ્યાં છે. 


આ પણ વાંચોઃ આઝાદી કા અમૃત મહોત્સવઃ ગાંધી આશ્રમમાં તૈયારીઓને આખરી ઓપ અપાયો, કાલે આવશે પીએમ મોદી


સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સંખ્યા બમણી
સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 10 દિવસમાં કોરોના દર્દીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. હાલ સિવિલ હોસ્પિટલમાં 80 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. શહેર ફરી કેસ વધવાને કારણે હોસ્પિટલે પણ પોતાની તૈયારી વધારી દીધી છે. સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું કે ફેબ્રુઆરીના અંતથી શહેરમાં ફરી કોરોના કેસ વધવાની શરૂઆત થઈ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube