અલ્પેશ સુથાર/મહીસાગર : પ્રેમમાં દગો ખાધેલા એક આશાસ્પદ યુવાને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. પ્રેમમાં દગો આ યુવાન સહી શક્યો નહોતો અને તેણે નર્મદા કેનાલમાં જંપલાવી આયખાનો અંત કર્યો હતો. જો કે બાલા સિનોરનાં આ યુવાને આત્મહત્યા અગાઉ પોતાની વ્યથા વ્યક્ત કરતા એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેણે હચમચાવી નાખે તેવું પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું. આ વીડિયો પોતાનાં મિત્ર વર્તુળમાં મોકલીને તેણે આત્મહત્યા કરી લીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT: વિકાસ મોડેલ ખુલી ગઇ પોલ, ક્યાંક દવા, ક્યાંક વેક્સિન ક્યાંક ટેસ્ટિંગ કિટ બધુ જ ખાલી

ફિલિપિન્સમાં રહીને એમબીબીએસનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીએ વીડિયોમાં કહ્યું કે, મે તને ટ્રુ લવ કર્યો તે મને દગો આપ્યો, બાય લવયુ સો મચ. આટલું કહીને રડતા રડતા તેણે વીડિયો બનાવ્યો હતો. ત્યાર બાદ કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે યુવકનાં પિતાએ બાલાસિનોરના સેવાલિયા પોલીસ સ્ટેશમાં ફરિયાદ દાખલ કરાવી છે. 


હવે GTU માં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ બનશે કરોડપતિ, કેન્દ્ર સરકારે કરોડોની ગ્રાન્ટ ફાળવી


અત્રે ઉલ્લેખનીય છે કે, બાલાસિનોરની મહાલક્ષ્મી સોસાયટીમાં રહેતા શિક્ષક સુરેશભાઇનો એકનો એક દીકરો હર્ષિપ ફિલિપાઇન્સમાં એમબીબીએસનો અભ્યાસ કરે છે. જો કે હાલ કોરનાને કારણે તે ગામડે આવેલો હતો. છેલ્લા ઘણા દિવસોથી અહીં જ રહેતો હતો. જો કે છેલ્લા ઘણા સમયથી તે ગુમસુમ રહેતો હતો. આજે તેણે વીડિયો વાયરલ કરીને આત્મહત્યા કરી લેતા સમગ્ર પરિવાર પર આભ તુટી પડ્યું છે. બીજી તરફ આશાસ્પદ યુવાનનું મોત થતા ગામમાં પણ ચકચાર મચી જવા પામી છે. પરિવારે પોતાનો એકનો એક દિકરો ગુમાવતા માથે આભ ને નીચે ધરતી જેવી સ્થિતી થઇ છે. આ અંગે પોલીસ દ્વારા ગુનો દાખલ કરી આગળને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube