અમદાવાદ: ક્રાઇમ બ્રાન્ચે ફતેહવાડી કેનાલ પાસેથી શાહરૂખાન પઠાણ નામના શખશની કુલ 18 લાખના એમ.ડી ડ્રગ્ઝ અને એક ફોર વહીલર ગાડી એમ કુલ મળીને 21 લાખના મુદ્દમાલ સાથે ધરપકડ કરી લીધી છે. રાજસ્થાનથી આ ડ્રગ્ઝનો જથ્થો સાબરકાંઠા થઈને અમદાવાદ લાવવામાં આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરેલ શાહરૂખ ખાન પઠાણ નામનો યુવાન જેસીબી મશીનનો ચલાવતો હતો અને એમ.ડી ડ્રગ્ઝનો નશો પણ કરતો હતો. રૂપિયા ખૂટી પડતાં આરોપીએ ડ્રગઝની હેરાફેરી શરૂ કરી દીધી હોવાની કેફિયત આરોપી શાહરૂખાન પઠાણે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ કરી છે. ઉપરાંત આ ડ્રગ્ઝનો જથ્થો કોની પાસેથી મંગાવવામાં આવ્યો હતો અને અમદાવાદમાં કોને આ સફેદ ઝેર આપવાનું હતું. તે તમામ લોકોના નામ ઠામ પોલીસે મેળવી લીધા છે. આગામી સમયમાં અન્ય ત્રણેય આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી લેવામાં આવશે.


રાજેસ્થાનથી આ એમ.ડી ડ્રગ્ઝનો જથ્થો સાબરકાંઠાના હિંમતનગર ખાતે લાવવામાં આવ્યો હતો. હિંમતનગરથી અમદાવાદમાં જુહાપુરાના ફતેહવાડી કેનાલ નજીકના બાદશાહ નામના એક વ્યક્તિને આ એમ.ડી ડ્રગ્ઝનો જથ્થો આપવાનો હતો અને આ એક ખેપના શાહરૂખાન પઠાણ ને રૂપિયા 20,000 મળવાના હતાં. આ આગઉ પણ આરોપી ત્રણથી વધુ વખત એમ.ડી ડ્રગઝની ખેપ એટલે કે ડિલિવરી કરી ચુક્યો હોવાની માહિતી પોલીસ સમક્ષ આવી ચૂકી છે.


હાલ ક્રાઇમ બ્રાન્ચે આરોપી શાહરૂખાન પઠાણની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે બીજી તરફ આરોપીની પૂછપરછમાં રાજસ્થાનનો એક વ્યક્તિ કે જેણે એમ.ડી ડ્રગઝનો જથ્થો આપ્યો હતો અને સાબરકાંઠાનો વ્યક્તિ કે જેણે લોજેસ્ટિક સપોર્ટ પૂરો પાડ્યો હતો અને અમદાવાદનો શખસ કે જેને ડ્રગઝ રિસીવ કરવાનું હતું. આ તમામ આરોપીઓની ભાળ મેળવવાની કવાયત ક્રાઇમ બ્રાન્ચે કરી લીધી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube