વાપીઃ બોલિવૂડના જાણીતા ગાયક એશ કિંગ વાપીમાં એક કાર્યક્રમમાં હાજરી માટે આવ્યા હતા. દેશમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા #Me Too અભિયાન અંગે એશ કિંગે જણાવ્યું કે, બોલિવૂડમાં તો આવું ચાલતું જ રહે છે અને ચાલતું જ રહેવાનું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એશ કિંગે #Me Too અંગે જ્યારે સવાલ પુછવામાં આવ્યો તો તેણે હસતા-હસતા જણાવ્યું કે, "કામ હોને તક સ્વીટુ... ઔર બાદ મેં મી ટૂ. બોલિવૂડમાં કાસ્ટિંગ કાઉચ અને મી ટૂ તો ચાલતું જ રહેવાનું છે." 


અત્યારે દેશમાં અનેક જાણીતી સેલિબ્રિટી જ્યારે જાતીય શોષણનાં આરોપોનો સામનો કરી રહી છે ત્યારે બોલિવૂડનો નવો ગાયક એશ કિંગ દોષીતોને સજા આપવાને બદલે તેમના બચાવમાં નિવેદન કરી રહ્યો છે. 


જોકે, તેણે એ વાત પણ સ્વીકારી કે આજે જે લોકો જાતીય શોષણનો ભોગ બની રહ્યા છે તે ખુલીને સામે આવ્યા છે તે સારી વાત છે. કોઈએ પણ પોતાની સાથે થયેલા શોષણને સહન ન કરવું જોઈએ. એશ કિંગે કહ્યું કે, ફ્લર્ટિંગ કરવામાં કશું જ ખોટું નથી. મને પણ જો કોઈ છોકરી સામેથી ઓફર કરે તો હું પણ ફ્લર્ટ કરવાનો છું. આ બાબતમાં બંને પક્ષની સહમતી હોય છે. તેમાં શોષણ જેવું કશું હોતું જ નથી. 


#Me Too પહોંચ્યું BCCI સુધીઃ સીઈઓ રાહુલ જોહરી પર લાગ્યા જાતીય શોષણના આરોપ


એશ કિંગ મૂળ લંડનનો રહેવાસી છે અને તે અડધો ગુજરાતી, અડધો બંગાળી છે. તેણે બોલિવૂડમાં ફિલ્મ દિલ્હી-6માં ગીત ગાવાની સાથે શરૂઆત કરી છે. યુવા પેઢીમાં આજે તે લોકપ્રિય ગાયક છે. તેના ઘણા આલ્બમ પણ આવી ચૂક્યા છે.