નવી દિલ્હીઃ હોલિવૂડથી શરૂ થયેલું #Me Too અભિયાન ભારતમાં પણ ઝડપથી ફેલાયું છે અને અત્યાર સુધી તેમાં અનેક જાણીતા નામ બહાર આવી ચુક્યા છે. આ અભિયાન વચ્ચે જાણીતી અભિનેત્રી રેણુકા શહાણેએ જણાવ્યું કે, કદાચ જ કોઈ એવી મહિલા હશે જેની પાસે #Me Too સ્ટોરી નહીં હોય. મારી પાસે પણ #Me Too સાથે જોડાયેલી કહાની છે, પરંતુ તેની સાથે ખોટું કામ કરનાર કોઈ જાણીતી વ્યક્તિ ન હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેણુકાએ વધુમાં જણાવ્યું કે, "હું નથી માનતી કે એવી એક પણ મહિલા હશે જેની પાસે #Me Too સ્ટોરી ન હોય. મારી કહાનીમાં કોઈ પ્રસિદ્ધ વ્યક્તિ સામેલ ન હતી. મારું જાતીય શોષણ ઘણા સમય પહેલાં થયું હતું, પરંતુ તેની મારા માનસ પર કોઈ અસર થઈ ન હતી. આ ઘટનાએ મારા દુનિયા જોવાના દૃષ્ટિકોણને જરૂર પ્રભાવિત કર્યું હતું."


રેણુકાએ મુંબઈથી ફોન પર આપેલા ઈન્ટરવ્યુમાં સમાચાર એજન્સી ભાષાને જણાવ્યું કે, "મેં મારું આખું જીવન લોકલ ટ્રેન અને બસોમાં મુસાફરી કરીને પસાર કર્યું છે. મુસાફરી દરમિયાન તમે જાણો છો કો કોઈ તમને સ્પર્શ કરીને કે તમારા સ્તન દબાવીને જતો રહેશે કે પછી આવી જ કોઈ હરકત કરશે. તમે કેટલી વયની મહિલા છો તેનો કોઈ ફરક પડતો નથી, પરિણીત છો કે ગર્ભવતી તેની પણ કોઈને પડી હોતી નથી. આ ક્યારેય ન સમાપ્ત થનારું લિસ્ટ છે."


#Me Too: જાતિય શોષણના આરોપો બાદ દીપિકાના પૂર્વ મેનેજરે કર્યો આત્મહત્યાનો પ્રયાસ


આલોકનાથનો દુર્વ્યવહાર બોલિવૂડે છુપાવ્યો છે
રેણુકા શહાણેએ જણાવ્યું કે, "તેને ફિલ્મ ઉદ્યોગના અંદર જાતીય શોષણનો સામનો કરવો પડ્યો નથી, જે તેના નસીબની વાત હોઈ શકે છે. મને પણ ઘણી ઓફર મળી હતી, પરંતુ મારા દ્વારા ઈનકાર કરી દેવાયા બાદ મારી લાગણીઓનું સન્માન કરવામાં આવ્યું અને મારી સાથે આવી કોઈ ઘટના ઘટી નથી."


તેણે વધુમાં જણાવ્યું કે, "આલોકનાથ ઘણા જ ખરાબ વ્યવહાર હતા, જેને ફિલ્મ ઉદ્યોગ દ્વારા ખરાબ રીતે છુપાવવામાં આવ્યા છે. આલોકનાથ સાથે રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ 'હમ આપકે હૈં કૌન' અને ડીડી શો 'ઈમ્તિહાન' કર્યા બાદ તેને આલોકનાથના કથિત ગંદા વ્યવહાર અંગે જાણવા મળ્યું હતું."



ઉલ્લેખનીય છે કે, આલોકનાથ પર સંધ્યા મૃદુલ, હિમાની શિવપુરી, વિન્તા નંદા અને દીપિકા અમીને આરોપ લગાવ્યા છે. એક મેગેઝિનમાં એવા સમાચાર પ્રકાશિત થયા હતા કે 'તારા'ની અભિનેત્રી નવનીત નિશાને આલોકનાથને લાફો મારી દીધો હતો. 'તારા'ની પ્રોડ્યુસર વિન્તા નંદાએ તો આલોકનાથ પર બે દાયકા પહેલાં જાતીય શોષણ અને બળાત્કારના પણ આરોપ લગાવ્યા છે. 


રેણુકાએ જણાવ્યું કે, "એ વાત સૌ જાણે છે કે એક વખત આલોકનાથ દારૂના નશામાં ડુબી જાય છે પછી તેઓ એકદમ અલગ પ્રકારની વ્યક્તિ બની જાય છે. મેં સંધ્યા મૃદુલની સ્ટોરી વાંચી તો મેં વિચાર્યું કે ઓછામાં ઓછું આલોકનાથે એટલું સ્વીકાર્યું તો ખરું. જોકે, અમે જોતા આવ્યા છીએ કે તેમનો વ્યવહાર હંમેશાં ખરાબ જ રહ્યો છે. મને પાર્ટી કરવાનું ગમતું નથી, એટલે કદાચ મારો અનુભવ તેમની સાથે એવો નથી."