સુરતઃ હાલ દેશમાં #Me Too અભિયાન તેજ બન્યું છે, જેમાં મહિલાઓ તેમની સાથે જાતીય શોષણની ઘટનાને સોશિયલ મીડિયામાં જાહેર કરી રહી છે ત્યારે સુરત પોલીસ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. સુરત પોલીસ દ્વારા તેમના વિભાગામાં જો કોઈ મહિલા સાથે જાતીય શોષણની ઘટના બને તો તેની ફરિયાદ કરવા માટે એક અલગ 'લોક કમ્પ્લેઈન્ટ કમિટી'(LCC) બનાવવામાં આવી છે. ડીસીપી વિધી ચૌધરીને તેના ચેરમેન બનાવાયા છે. આ સાથે જ શહેરમાં આવેલી ઓફિસોને પણ ઈન્ટર્નલ સેક્યુઅલ હેરેસમેન્ટ કમિટી બનાવવા માટેના આદેશ અપાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલાઓ સાથે કામકાજના સ્થળે અને અંગત જીવનમાં શારીરિક છેડછાડ અને માનસિક હેરાનગતિની ઘટનાઓ બનતી હોય છે પરંતુ તેના અંગે તેઓ ક્યારેય જાહેરમાં ખુલીને બહાર આવતી નથી. સોશિયલ મીડિયા પર આ પ્રકારની ઘટના જાહેર કરવા માટે #Me Too નામથી એક અભિયાન વિદેશમાં શરૂ થયું હતું અને હવે આપણા દેશમાં પણ કેટલીક સેલિબ્રીટી મહિલાઓએ તેમની સાથે થયેલી જાતીય શોષણની ઘટનાઓનો સોશિયલ મીડિયા પર ઉલ્લેખ કરવાની હિંમત દેખાડી છે. 


#MeToo કેમ્પેઇનમાં બોલિવૂડના પહેલા પુરુષ સેલિબ્રિટીનો ખુલાસો : મારું પણ થયું હતું ઉત્પીડન


આ બાબતને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ વિભાગમાં ફરજ  બજાવતી મહિલા પોલીસ કર્મચારીઓ માટે શહેર પોલીસ કમીશનર દ્વારા સમગ્ર જિલ્લાની લોકલ કમ્પલેઈન્ટ કમિટીની રચના કરી છે અને ઈન્ટરનલ સેક્યુઅલ હેરેસમેન્ટ કમિટી પણ બનાવી છે. તેના માટે DCP વિધી ચૌધરીને જવાબદારી સોંપવામાં આવી છે. 


#MeToo : આલોક નાથે પોતાના પર લાગેલા આરોપોનો આપ્યો 'આ' જવાબ


આ અંગે સુરતના પોલીસ કમિશનર સતીષ શર્માએ જણાવ્યું કે, "પોલીસ વિભાગમાં જાતીય શોષણની ફરિયાદ માટે અમે લોકલ કમ્પલેઈન્ટ કમિટી બનાવી છે અને ડીસીપી વિધી ચૌધરીને તેના ચેરમેન બનાવાયા છે. આ સાથે જ સુરત શહેરમાં જે કોઈ કંપની, ફેક્ટરી કે ઓફિસમાં મહિલા કર્મચારી કામ કરતી હોય ત્યાં પણ ફરજિયાત ઈન્ટર્નલ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કમિટી બનાવવાના આદેશ આપવામાં આવ્યા છે. શહેરની કોઈ પણ મહિલા તેની સાથે થયેલા જાતીય શોષણની ઘટના અંગે ડીસીપી વિધી ચૌધરીને સીધી ફરિયાદ કરી શકે છે." 


#MeToo : વિક્કી કૌશલના પિતા પર લાગ્યો ગંદો આરોપ, મહિલાએ કહ્યું કે....


ઉલ્લેખનીય છે કે, #Me Too અભિયાન અંતર્ગત દેશમાં કેન્દ્રીય મંત્રી અને જાણીતા સંપાદક એવા એમ.જે. અક્બર, ફિલ્મ નિર્દેશક સુભાષ ઘઈ, સાજિદ ખાન, અભિનેતા નાના પાટેકર, લેખક ચેતન ભગત સહિત દેશની અનેક જાણીતી હસ્તીઓ સામે મહિલાઓએ જાતીય શોષણના ગંભીર આરોપ લગાવ્યા છે.