ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત (Gujarat Police) ના 6 પોલીસ કર્મચારીને ગૃહ મંત્રાલય દ્વારા તપાસની શ્રેષ્ઠ કામગીરી માટે પુરસ્કાર અપાશે. શ્રેષ્ઠ કામગીરી માટે કેન્દ્રીય ગૃહમંત્રાલય (Home Minister)  દ્વારા 15 ઓગસ્ટનો રોજ આ પુરસ્કાર આપવામાં આવશે. ગુજસીટોકના ઓરાપીઓ સામે તપાસની શ્રેષ્ઠ કાર્યવાહી કરવા બદલ આ તમામ પોલીસ કર્મચારીઓની પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. જેમાં સુરતના ત્રણ પોલીસ કર્મચારીઓને એવોર્ડ માટે પસંદ કરાયા છે. જે સુરત પોલીસ માટે ગૌરવની વાત છે. તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના PI દર્શનસિંહ બારડ અને એ. વાય. બલોચની પણ પુરસ્કાર માટે પસંદગી કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશના 152 પોલીસ કર્મચારીઓને આ વર્ષે યુનિયન હોમ મિનિસ્ટર મેડલ ફોર એક્સિલન્સ ઈન ઈન્વેસ્ટીગેશન મેડલ (Medal for Excellence in Investigation) થી નવાજવામાં આવનાર છે. ઉત્કૃષ્ઠ તપાસ કામગીરી માટે આ તમામ પોલીસ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવનાર છે. આ વર્ષ 2021 ના એવોર્ડમાં સૌથી વધુ સીબીઆઈના 15 પોલીસ કર્મચારીઓ સામેલ છે. તો 152 માંથી 28 મહિલા પોલીસ કર્મચારી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આજે આ માહિતી આપી છે. 


આ પણ વાંચો : દિલ બાગ બાગ થઈ જશે ગુજરાતના આદિવાસીઓના આ તહેવાર વિશે જાણીને... 


આ પોલીસ કર્મચારીઓને મળશે એવોર્ડ 


  • ASP નિતેશ પાંડેય  - જામનગર 

  • DCP વિધી ચૌધરી - સુરત

  • PI મહેન્દ્ર સાલુંકે - 

  • PI મંગુભાઈ તડવી - 

  • PI દર્શનસિંહ બારડ - અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ 

  • PI એ.વાય બલોચ -  અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ


આ પણ વાંચો : માતા-પિતાએ 10 વર્ષથી દીકરીને રૂમમાં પુરી રાખી, અભયમ ટીમ તેની હાલત જોઈ ચોંકી ઉઠી


સીબીઆઈના 15 કર્મીઓ ઉપરાંત મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર પોલીસના 11-11, ઉત્તર પ્રદેશ પોલીસના 10, કેરળ અને રાજસ્થાન પોલીસના 9-9, તમિલનાડુ પોલીસના 8, બિહારના 7 તેમજ ગુજરાત, કર્ણાટક અને દિલ્હી પોલીસના 6-6 કર્મચારીઓને એવોર્ડ આપવામાં આવશે. ગત વર્ષે 2020 માં કુલ 121 પોલીસ કર્મચારીઓની સન્માનિત કરાયા હતા. આ મેડલ આપવાની શરૂઆત 2018 માં કરવામાં આવી હતી. આ પુરસ્કાર આપવા પાછળનો હેતુ તપાસ કરનાર ઉત્કૃષ્ઠ અધિકારીઓના ઓળખ કરવાનો છે.