હિતલ પારેખ: ગુજરાના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યના અનેક વિસ્તારોમાં નવી મેડિકલ કોલેજો શરૂ કરવાની દરખાસ્ત કરી હતી. જેમાં નર્મદા, નવસારી અને પોરબંદરમાં નવી મેડકિલ કોલેજો શરૂ કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્યમાં પ્રજાજનો માટે આરોગ્યની સવલતો વધે તે માટે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા દેશના 75 જિલ્લાઓમાં કે જ્યાં મેડિકલ કૉલેજો નથી તે માટે દરખાસ્તો મંગાવામાં આવી છે. તેમાં ગુજરાતના પાંચ જિલ્લાઓની પસંદગી થઇ છે. તે પૈકી રાજ્યના નર્મદા, નવસારી અને પોરબંદર ખાતે નવી મેડીકલ કોલેજો સ્થાપવા માટે કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.


રાધનપુર: પ્રચાર માટે ગયેલા એનસીપીના નેતા રેશમા પટેલના ભોજનમાં નિકળ્યું જીવડું


રાજ્યના નાગરિકોને અદ્યતન સારવાર ઘર આંગણે ઉપલબ્ધ થાય તે રાજ્ય સરકારની પ્રાથમિકતા રહી છે. ત્યારે આ નવી કોલેજોના નિર્માણથી નાગરિકોને વધુ સારી સવલતો પ્રાપ્ત થશે અને તબીબી શિક્ષણની બેઠકો પણ વધશે. કેન્દ્ર સરકાર દ્વારા આકાંક્ષી જિલ્લાઓમાં મેડીકલ કોલેજ માટે અગ્રીમતા અપાઇ છે. ત્યારે રાજ્યના દાહોદ જિલ્લામાં મેડીકલ કોલેજ કાર્યરત છે. હવે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે નવી મેડીકલ કોલેજ થતાં આદિવાસી નાગરિકો તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતાં લાખો પ્રવાસીઓને વહેલી તકે સારવાર મળી રહેશે.


છોટાઉદેપુર: આક્રોશ રેલીમાં જોડાયા 10 હજાર આદિવાસી, ભાજપ-કોંગ્રેસના નેતા એક મંચ પર


રાજ્યમાં નિર્માણ થનાર આ કોલેજોમાં કોલેજ દીઠ રૂપિયા 325 કરોડ ખર્ચ થશે. જેમાં ભારત સરકારના 60 % લેખે રૂપિયા 195 કરોડ તથા રાજ્ય સરકારના 40 % લેખે રૂપિયા 135 કરોડ મળી કુલ-3 કોલેજો રૂપિયા 975 કરોડના ખર્ચે ગુજરાતમાં સ્થપાશે. પ્રથમ તબક્કે 300 બેડની અને કૉલેજ પૂર્ણ થતાં 500 બેડની સુવિધાવાળી હૉસ્પિટલોનું પણ નિર્માણ થશે. આ કોલેજોમાં પ્રથમ વર્ષે 100 બેઠકો પર પ્રવેશ અપાશે.


અમદાવાદ: ક્રાઇમ બાન્ચની ટીમ અંતે શિવમ અને વૃષ્ટિને લઇને અમદાવાદ પહોંચી


નીતિન પટેલે ઉમેર્યુ કે, રાજ્યના નર્મદા જિલ્લામાં રાજપીપળા (આકાંક્ષી જિલ્લો) ખાતે, નવસારી જિલ્લામાં નવસારી ખાતે તથા પોરબંદર જિલ્લાના પોરબંદર ખાતે કુલ-3 નવી મેડીકલ કૉલેજો માટે હયાત હૉસ્પિટલોના માળખા-વ્યવસ્થાનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકારના ધારાધોરણ મુજબ સૈધ્ધાંતિક મંજૂરી મળશે.


જુઓ LIVE TV :