ઝી બ્યુરો/ગાંધીનગર: મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે એક મોટા સમાચાર મળી રહ્યા છે. GMERS મેડિકલ કોલેજનો ફી વધારો પાછો ખેંચાયો છે. જી હા...વાલીઓના વિરોધ બાદ GMERS મેડિકલ કોલેજનો ફી વધારો મોકૂફ રખાયો છે. વિરોધ બાદ સરકારે મેડિકલ કોલેજોમાંથી ફી વધારો પાછો ખેંચ્યો છે. સરકારી ક્વોટામાં 66.66 ટકાનો વધારો કરાયો હતો. તમને જણાવી દઈએ કે, 13 GMERS કોલેજની 2100 બેઠક પર  વધારો કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તૈયાર રહેજો! આ વિસ્તારોમાં આવી રહી છે મેઘરાજાની શાનદાર સવારી! શરૂ થશે ચોથો રાઉન્ડ


રાજ્ય સરકાર દ્વારા 13 GMERS કોલેજોમાં ચાલતા ડૉક્ટરી અભ્યાસક્રમમાં વર્ષ 2023-24 માં અસહ્ય ફી વધારો કરાયો હતો. જે મામલે વાલીઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરતા આજે સરકાર દ્વારા મેડીકલનાં અભ્યાસક્રમમાં કરાયેલ ફી વધારો પાછો ખેંચ્યો છે.


લાજ-શરમ નેવે મૂકી નબીરાએ કહ્યું;'ત્રણ, સાડા ત્રણ પેગ પીધા તા', યુવકને 2 કિ.મી ઢસડયો


જે મામલે ધારાસભ્યો તેમજ વાલીઓ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. જે મામલે સરકાર વિચારણા કર્યા બાદ GMERS કોલેજોમાં ફી વધારાનો નિર્ણય પરત ખેંચાયો છે. ત્યારે હવે સરકારી ક્વોટાની ફી 5.50 લાખથી ફરી 3.30 લાખ કરાઈ છે. જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની ફી 17 લાખથી ફરી 9.7 લાખ કરવામાં આવી છે. ત્યારે ફી વધારો પરત ખેંચાતા વાલીઓને સૌથી મોટી રાહત થવા પામી છે. 


પશુપાલકોને અમૂલે આપી મોટી ખુશખબર: દૂધના ખરીદ ભાવમાં કર્યો મોટો વધારો,જાણી લો નવો ભાવ