સ્યુસાઈડ પહેલા મેડિકલની વિદ્યાર્થીની આટલુ જ લખી શકી, ‘આટલી મહેનત કરી છતા નાપાસ થઈ’
વડોદરા મેડિકલ કોલેજમાં સર્જિકલના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીએ પોતાના હોસ્ટેલ રૂમમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. નાપાસ થતાં તેણે આપઘાત કરી લીધો હોવાનું બહાર આવ્યું છે.
રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરા મેડિકલ કોલેજમાં સર્જિકલના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીએ પોતાના હોસ્ટેલ રૂમમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. નાપાસ થતાં તેણે આપઘાત કરી લીધો હોવાનું બહાર આવ્યું છે.
મૂળ મહેસાણાની વતની ડૉ.રચના વડોદરાની બરોડા મેજિકલ કોલેજમાં સર્જિકલના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. ગઈકાલે તેનું પરિણામ આવ્યું હતું. જેમાં તે નાપાસ થતા તે હતાસ થઇ ગઇ હતી. જેના કારણે તેણે આજે પોતાના રૂમમાં પંખા સાથે ફાસો ખાઈને જીવાદોરી ટુંકાવી લીધી
હતી. ડૉ. રચના દેસાઇ કલેક્ટર કચેરી પાસે આવેલી મેડિકલ કોલેજની ન્યૂ પીજી-1 હોસ્ટેલમાં રહેતી હતી. ડૉ. રચના દેસાઇએ અંતિમ પગલું ભરી લેતાં સાથી સ્ટુડન્ટસ ડૉક્ટર શોકમા ઘરકાવ થઇ ગયા હતા. બીજી બાજુ ડૉ. રચનાના પરિવારને જાણ થતાં તેઓ વડોદરા આવવા રવાના થઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
રિઝલ્ટ આવતા જ રચના ડિપ્રેશનમાં જતી રહી હતી, અને આ આઘાતમાં સયાજી હોસ્પિટલમાં પ્રેક્ટિસમાં પણ ગઈ ન હતી. આ કારણે તે પ્રેક્ટિસ માટે નહિ આવે તેવી જાણ તેણે પોતાના સિનિયરને કરી હતી. આ બનાવની જાણ રાવપુરા પોલીસને થતાં દોડી ગઇ હતી. અને અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
મરતા પહેલા ચિઠ્ઠી લખી
આત્મહત્યા કરનાર રચનાએ મરતા પહેલા 75 શબ્દોની એક અંતિમ ચિઠ્ઠી લખી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, આટલી મહેનત કરી હોવા છતા નાપાસ થઈ. આ ઉપરાંત પોલીસે રચનાની એક બુક પણ કબજે કરી છે.