વાંદરાઓની સેવા કરતો આવો દાનવીર તમે આખી દુનિયામાં નહિ જોયો હોય, મળો અમદાવાદના મંકીમેનને....
કપિરાજને રોટલી ખવડવાનો આ સિલસિલો સ્વપ્નિલ સોની દ્વારા છેલ્લા 10 વર્ષથી ચાલી રહ્યો છે. 500-700 નહીં પરંતુ 1700 રોટલીઓ સાથે સ્વપ્નિલભાઈ દર સોમવારે ઓળ ગામમાં જોવા મળતા કપિરાજ સુધી પહોંચી જાય છે.
અમદાવાદ/ગુજરાત : માનવસેવા કરતા અનેક વ્યક્તિઓ-સંસ્થાઓ વિશે તમે સાંભળ્યું હશે, જોયું પણ હશે અને કદાચ તમે સેવા કરતી સંસ્થાઓમાં દાન પણ કર્યું હશે. પરંતુ આજે એક એવા વ્યક્તિની ઓળખ મેળવો જે અમદાવાદના ઓળ ગામ વિસ્તારમાં રહીને 400 થી 500 જેટલા કપિરાજને દર સોમવારે રોટલી ખવડાવે છે. ભૂખના કારણે વલખા મારતા કપિરાજે હવે શહેરની વાટ પકડી છે. જેને કારણે તેઓ લોકોના ઘરોમાં ઘૂસી રહ્યાં છે. ત્યારે અમદાવાદના એક શખ્સ વાંદરાઓની ભૂખ સંતોષવાનું પુણ્ય કામ કરે છે.
વાંદરાઓને ખવડાવાય છે 1700 રોટલીઓ
આ વ્યક્તિનું નામ છે સ્વપ્નિલ સોની. અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતા સ્વપ્લનીલ સોની બિસ્કિટ ટ્રેડિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. કપિરાજને રોટલી ખવડવાનો આ સિલસિલો સ્વપ્નિલ સોની દ્વારા છેલ્લા 10 વર્ષથી ચાલી રહ્યો છે. 500-700 નહીં પરંતુ 1700 રોટલીઓ સાથે સ્વપ્નિલભાઈ દર સોમવારે ઓળ ગામમાં જોવા મળતા કપિરાજ સુધી પહોંચી જાય છે. કપિરાજ સુધી પહોંચવાની જે સફર વહેલી સવારે 6 વાગ્યાથી શરૂ થાય છે. 1700 રોટલીનો સ્વપ્નિલભાઈ દર રવિવારે ઓર્ડર આપીને જમાલપુરમાં રહેલા યુનિસભાઈ પાસેથી બનવડાવે છે. સોમવારે વહેલી સવારે 6.30 કલાકે જમાલપુર ખાતે પહોંચીને રોટલીનો જથ્થો લઈ પોતાની કારમાં તેમના પરિવારજનો અને મિત્રો સાથે લગભગ 7.30 સુધી ઓળ ગામમાં પહોંચે છે.
છેલ્લા 3 વર્ષથી રોટલીઓ બનાવી આપતા યુનિસભાઈ પણ સોમવારની વહેલી સવારે સ્વપ્નિલભાઈની રાહ જોઇને જ ઉભા હોય છે. યુનિસભાઈનું કહેવું છે કે સ્વપ્નિલભાઈ જે રીતે કપિરાજની સેવા કરે છે તે જોતા તેઓ પોતે પણ અન્યને જે ભાવમાં આ રોટલી બનાવીને આપે છે. તેનાથી અમે પણ રાહત દરે તેઓને રોટલી બનાવી આપવા પ્રેરાયા છીએ.
સ્વપ્નિલભાઈની કાર જોઈને વાંદરાઓ દોડીને આવી જાય છે
બીજી તરફ ઓળ ગામમાં દર સોમવારે જે દ્રશ્ય સર્જાય છે તે જોવા જેવું હોય છે. દૂરથી જ સ્વપ્લીનલ ભાઈની કાર જોતા જ કપિરાજ તેમની તરફ દોડતા આવે છે. સ્વપ્નિલભાઈ પોતે આ કપિરાજોની વચ્ચે બેસીને પોતાના પરિવારના સદસ્યોની જેમ જ રોટલીઓ ખવડાવે છે. કપિરાજ પણ તેમની આસપાસમાં રોટલીઓ લેવા માટે પડાપડી કરતા દ્રશ્યો જોવા મળે છે. રોટલીઓ લઈને કપિરાજ આસપાસના વૃક્ષો પર ચઢી જઈને આરામથી રોટલીઓ ખાતા જોવા મળે છે.
[[{"fid":"190810","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"MonkeyMan2.jpg","field_file_image_title_text[und][0][value]":"MonkeyMan2.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"MonkeyMan2.jpg","field_file_image_title_text[und][0][value]":"MonkeyMan2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"MonkeyMan2.jpg","title":"MonkeyMan2.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
હું ધન્યતા અનુભવુ છું
આ વિશે સ્વપ્નિલભાઈનું કહેવું છે કે, મને આ કામ કરવાની પ્રેરણા પ્રાણીઓને બાજરીના રોટલા ખવડાવતા એક વ્યક્તિ પાસેથી મળી. કોઈ મંદિર કે અન્ય જગ્યાએ દાન કરવા કરતા મને આ કપિરાજને ખવડાવવામાં વધુ ધન્યતા અનુભવાય છે. હું પોતે હનુમાનજીનો ભક્ત છું, તેથી જ કપિરાજની સેવા કરીને ધન્યતા અનુભવું છું.
છ મહિના પહેલાં સ્વપ્નિલભાઈ મોટા આર્થિક સંકટમાં હતા, તેમ છતાં તેમણે કપિરાજને રોટલીઓ ખવડાવવાનું બંધ નહોતુ કર્યુ. તેમણે આ સેવા કાર્ય માટે પોતાની દીકરીની પોલિસી પણ તોડાવી દીધી હતી. સ્વપ્નિલભાઈનું કહેવુ છે કે વાંદરાંઓ સાથે તેમનો સંબંધ એવો બની ગયો છે કે તે તેમને પોતાના પરિવારના જ એક સભ્ય માને છે. તેમનું કહેવુ છે કે તેમના પછી તેમનો પુત્ર પણ આ સેવાકાર્ય ચાલુ રાખશે.