મહીસાગરના હોદ્દેદારોને આવ્યુ કમલમથી તેડું, ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરનારામાં 22 નેતાના નામ
Anti BJP Activity : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનારાઓનું હવે આવી બનશે, ભાજપે એક્શન લેવાનું નક્કી કરી લીધું છે... હવે એ ફરિયાદોનું લિસ્ટ 600 એ પહોંચ્યું છે
BJP Action On Anti BJP Activity હિતલ પારેખ/ભદ્રપાલ સોલંકી/ગુજરાત : શિસ્તબદ્ધ ગણાતા ભાજપ પક્ષમાં ચૂંટણીમાં ગેર શિસ્ત કરનાર કાર્યકર હવે ખેર નથી. વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરનારા વિરુદ્ધ એક્શન લેવાની શરૂઆત કરી દીધી છે. ચૂંટણીમાં અનેક નેતા, ધારાસભ્યો, સાંસદોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી, જે મુદ્દો હવે કમલમના કાન સુધી પહોંચ્યો છે. આ મામલે પ્રદેશ ભાજપમાં શિસ્ત સમિતિમાં મળી છે. જેમાં અંદાજે 600 જેટલી ફરિયાદ મળી છે.
પક્ષ વિરોધી કાર્ય અને ચૂંટણીમાં નિષ્ક્રિય રહેવા અંગેની ફરિયાદ મળી મળી હતી. ત્યારે ફરિયાદની ચકાસણી કરવા વલ્લભ કાકડીયાના નેતૃત્વમાં ટીમની ભાજપે નિયુક્તિ કરી છે. શિસ્ત સમિતિએ આજથી ઝોન પ્રમાણે ફરિયાદો સાંભળવાનું ચાલુ કર્યું છે. આ મુદ્દે વલ્લભ કાકડીયાએ કહ્યું કે, શિસ્ત સમિતિ પોતાનો રિપોર્ટ પ્રદેશ પ્રમુખને સોંપવામાં આવશે અને ત્યારબાદ ઠપકો આપવાથી માંડીને સજા સુધીના પગલાં ભરવામાં આવશે.
આ પણ વાંચો :
ફ્લેટની ચાવી કુંડા કે ડોરમેટ નીચે છુપાવીને જવાની આદત હોય તો ચેતજો, નહિ તો આવું થશે
ગુજરાતમાં IASમાં થશે મોટા ફેરફાર : દિલ્હીથી આવ્યો ઓર્ડર, શરૂ થશે વાટકી વહેવાર
મહીસાગર જિલ્લાને આવ્યું તેડું
આજે કમલમમાં મહીસાગરના હોદ્દેદારોને તેડું આવ્યું છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા મહીસાગર જિલ્લાના હોદ્દેદારોને કમલમમાં બોલાવવામા આવ્યા છે. મહીસાગર જિલ્લાના 3 ધારાસભ્યોની રજુઆતને લઈ હોદ્દેદારોને કમલમ બોલાવવામાં આવ્યા છે. મહીસાગર જિલ્લાના 22 જેટલા જિલ્લાના અગ્રણી કમલમ દરબારમાં હાજરી આપવાની છે.
ચૂંટણી વિરુદ્ધ પ્રવૃત્તિ કરનારાઓ સામે હવે ભાજપે લાલ આંખ કર્યા છે. ત્યારે જો ભૂલ ગંભીર હશે, સજા પણ ગંભીર થશે. ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી કામગીરી કરનાર મહીસાગર જિલ્લાના 22 લોકોને કમલમ ખાતે શિસ્ત સમિતિમાં બોલાવવામાં આવ્યા છે. ત્યારે શિસ્ત સમિતિની બેઠકમાં મહીસાગર જીલ્લાના 22 જેટલાં હોદેદારો સામે પગલા લેવાઈ શકે છે. જેમાં બાલાસિનોર ના પૂર્વ ગુજરાત રાજ્ય અન્ન નાગરિક પુરવઠાના ચેરમેન અને હાલ દાહોદ જીલ્લા ના પ્રભારી રાજેન્દ્ર પાઠક (પપ્પુ પાઠક) ને પણ બોલાવવામાં આવ્યા. આ સિવાય મહીસાગર જિલ્લાના મહામંત્રી તેમજ યુવા મોરચાના મહામંત્રી સહીત અનેક હોદેદારોનો કમલમમાં ક્લાસ લેવાશે.
આ પણ વાંચો : SP એ સપાટો બોલાવ્યો, અમદાવાદ ગ્રામ્યમાં પીઆઈ સહિત 14 પોલીસકર્મીઓ સસ્પેન્ડ કર્યાં