હિતલ પારેખ/ ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની નિયમિત રીતે મળતી બેઠક કોરોના સંક્રમણને કારણે છેલ્લા બે મહિનાથી યોજી શકાઇ નથી. આ બેઠક હવે તા. 15 જૂન 2021 ના રોજ યોજવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત નાયબ મુખ્યમંત્રી-મંત્રીમંડળના સભ્યશ્રીઓ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, ભાજપના તમામ ધારાસભ્યઓ, પ્રદેશ મહામંત્રીઓ તેમજ પાર્લામેન્ટ્રી બોર્ડના હોદ્દેદારો ભાગ લેશે.


આ પણ વાંચો:- ITI અને નર્સિંગના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, કોરકમિટી બેઠક બાદ સરકારની મોટી જાહેરાત


નીતિન પટેલે ઉમેર્યું કે, આ બેઠકમાં કોરોનાની બીજી લહેર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રજા આરોગ્યલક્ષી કામગીરી તેમજ તાઉ’તે વાવાઝોડા દરમિયાનની રાજ્ય સરકારની શ્રેષ્ઠ કામગીરીનું પ્રેઝન્ટેશન કરવામાં આવશે. એટલુ જ નહીં, આવનારા સમયમાં ગુજરાતમાં વ્યાપક ફલક ઉપર ખૂબ ઝડપથી વેક્સિનેશનની કામગીરી કરવા અંગેની વિસ્તૃત કાર્ય યોજનાની પણ આ બેઠકમાં ચર્ચા- વિચારણા કરાશે એમ નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.


આ પણ વાંચો:- ગુજરાતને 28 કલાક ઘમરોળનાર વાવાઝોડા મામલે કેન્દ્ર સમક્ષ રાજ્ય સરકારે કરી આ રજૂઆત


તેમણે કહ્યું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓનું પ્રેઝન્ટેશન પણ તા. 15 જૂને યોજાનારી આ બેઠકમાં કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube