લોકસભા ચૂંટણી 2019: ગુજરાતની નબળી સ્થિતિ વાળી બેઠકો પર ભાજપ યોજશે પીએમની સભા
ભાજપના 2 દિગ્ગજો પીએમ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ગઢમાં ગાબડું પાડવા કોંગ્રેસે કમર કસી છે. વર્ષ 2014ની ચૂંટણીનું પુનરાવર્તન કરવા ભાજપ પણ મકક્મ છે. ગુજરાતમાં આ વખતે 26 બેઠકો જીતીને 2014ની ચૂંટણીનું પુનરાવર્તન કરવાનો લક્ષ્યાંક ભાજપ રાખી રહ્યું છે. ગત ચૂંટણી કરતા આ વખતે માહોલ બદલાયો છે. જેને ધ્યાનમાં રાખીને પીએમ મોદીની સભાઓ પણ વધારવામાં આવી છે. પહેલા પીએમ મોદી 4 સભાઓ કરવાના હતા જે વધારીને 7 કરાઇ છે. આ તમામ સભાઓ એવા જિલ્લામાં થઇ રહી છે જ્યાં ભાજપની સ્થિતિ નબળી છે.
બ્રિજેશ દોશી/ અમદાવાદ: ભાજપના 2 દિગ્ગજો પીએમ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ગઢમાં ગાબડું પાડવા કોંગ્રેસે કમર કસી છે. વર્ષ 2014ની ચૂંટણીનું પુનરાવર્તન કરવા ભાજપ પણ મકક્મ છે. ગુજરાતમાં આ વખતે 26 બેઠકો જીતીને 2014ની ચૂંટણીનું પુનરાવર્તન કરવાનો લક્ષ્યાંક ભાજપ રાખી રહ્યું છે. ગત ચૂંટણી કરતા આ વખતે માહોલ બદલાયો છે. જેને ધ્યાનમાં રાખીને પીએમ મોદીની સભાઓ પણ વધારવામાં આવી છે. પહેલા પીએમ મોદી 4 સભાઓ કરવાના હતા જે વધારીને 7 કરાઇ છે. આ તમામ સભાઓ એવા જિલ્લામાં થઇ રહી છે જ્યાં ભાજપની સ્થિતિ નબળી છે.
વર્ષ 2014માં ભાજપે ગુજરાતની મોટાભાગની તમામ બેઠકો પર 1 લાખ કરતા વધુ લીડ મેળવી હતી. ત્યારે આ વખતે ભાજપને 26 બેઠકો જાળવવી મુશ્કેલ છે. તેવા સંજોગોમાં પ્રદેશ ભાજપ વધુ એકવાર પીએમ મોદીના ભરોસે છે. પીએમ મોદી પહેલા ગુજરાતમાં ઝોન વાઇઝ એક એમ કુલ 4 સભાઓ સંબોધવાના હતા. પરંતુ જમીની સ્થિતિ જોતા ભાજપે પીએમની સભાઓ વધારીને 7 કરી છે.
અલ્પેશ ઠાકોરનો પાટણમાં વિરોધ, સમાજના નામે રૂપિયા લઇને ભષ્ટ્રાચાર કર્યાનો આરોપ
પીએમ મોદીને સમગ્ર દેશમાં પ્રચાર કાર્યક્રમ વ્યસ્ત છે. ત્યારે ગુજરાતમાં પીએમ મોદીને વધુ સમય આપવો પડી રહ્યો છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી પ્રમાણે ભાજપ પાસે ઓછી લીડ હોય તેવી અથવા તો કોંગ્રેસની મજબૂતી વાળી બેઠકો પર પીએમની સભાઓ ગોઠવાઇ રહી છે. અત્યારે સુધી પીએમ મોદીએ જૂનાગઢ અને બારડોલી લોકસભામાં સભાઓ ગજવી છે જેમાં જૂનાગઢ બેઠક પર કોંગ્રેસની લીડ છે તો બારડોલી બેઠક પર ભાજપની પાતળી લીડ છે. આવા સંજોગોમાં પીએમએ પ્રચારની શરુઆત આ બેઠકો પરથી કરી હતી.
મહિલાઓએ પાણીની સમસ્યા કહી, તો કુંવરજીએ મતની વાત કરી, જુઓ વિવાદાસ્પદ Video
પીએમ મોદીની 2 લોકસભા બેઠકો વચ્ચે 1 સભા ગોઠવાઇ રહી છે. એટલે કે પીએમ મોદી જે 7 સભાઓ સંબોધશે તે કુલ 14 લોકસભા બેઠકોને આવરી લેશે. જ્યારે ભાજપની મજબૂતી વાળી શહેરી વિસ્તાર પ્રભાવિત 12 બેઠકો પર પીએમ મોદી સભા નહિ કરે.
વર્ષ 2017 ની વિધાનસભા ચૂંટણી પ્રમાણે બેઠકોની સ્થિતિ
લોકસભા બેઠક | લીડ |
---|---|
જૂનાગઢ | કોંગ્રેસ 1.14 લાખ |
બારડોલી | ભાજપ 4420 |
અમરેલી | કોંગ્રેસ 50,560 |
સુરેન્દ્રનગર | કોંગ્રેસ 47,471 |
આણંદ | કોંગ્રેસ 57.152 |
પાટણ | કોંગ્રેસ 37,597 |
સાબરકાંઠા | કોંગ્રેસ 9,975 |
ભાજપના ચૂંટણી પ્રભારી ભલે એ વાત સ્વીકારવા તૈયાર ન હોય પણ તેમણે જાતે જ કબુલ્યું કે, પીએમ મોદીની સભાઓની ગોઠવણ પ્રદેશ ભાજપની માંગણી પ્રમાણે કરવામાં આવી છે. એટલે કે, પ્રદેશ ભાજપ પણ સ્વીકારે જ છે કે, આ બેઠકો પર ભાજપની સ્થિતિ નબળી છે અને પીએમ મોદીની સભાથી ત્યાં સુધારો થઇ શકે તેમ છે. ત્યારે જોવાનુંએ રહેશે કે, પીએમ મોદીની સભાથી આ બેઠકો પર ભાજપને કેટલો લાભ મળે છે. અને શું ખરેખર ભાજપ 26 બેઠકો જીતીને 2014નું પુનરાવર્તન કરી શકશે.