ગૌરવ પટેલ/અમદાવાદ: લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ કોંગ્રેસ બંન્ને પક્ષમાં ઉમેદવારોને લઇને સતત મીટીંગો થઇ રહી છે. ત્યારે કોંગ્રેસના દ્વારા બુધવારે ઓલ ઇન્ડિયાની કોંગ્રેસની સ્કિનિંગ સમીટીની બેઠક મળી હતી. જેને લઇને ગુજરાત કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનણી અને અમિત ચાવડા દિલ્હી ખાતે ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીમાં પરેશ ધાનણીએ ગુજરાતની તમામ 26 લોકસભાની બેઠકોના ઉમેદવારોને લઇને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં જામનગરની સીટ પરથી હાર્દિક પટેલ ચૂંટણી લડે તેવી શક્યતાઓ રહેલી છે. જ્યારે કચ્છમાંથી કોંગ્રેસ
અપક્ષ સાથે ગઠબંધન કરીને જીજ્ઞેશ મેવાણી ચૂંટણી લડે તેવી શક્યાતાઓ છે.


[[{"fid":"205480","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Cogress.jpg","field_file_image_title_text[und][0][value]":"Cogress.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Cogress.jpg","field_file_image_title_text[und][0][value]":"Cogress.jpg"}},"link_text":false,"attributes":{"alt":"Cogress.jpg","title":"Cogress.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


કોંગ્રેસ ધારાસભ્ય ભગવાન ભરવાડના રાજીનામાંથી કાર્યકરોએ કર્યો દેખાવો


દિલ્હીમાં મળેલી બેઠકમાં ગુજરાતની તમામ 26 સીટોના ઉમેદાવરો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં હાલના સીટીંગ ધારાસભ્યોને ટીકીટ આપવી કે નહિ તેના પર પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસના નેતાઓ દ્વારા ઉમેદવારને લઇને કોઇ વિવાદ વ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો.



વર્ષ 2014ની લોકસભાની ચુંટણીમાં 26/0 થી હારેલી કાંગ્રેસ ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની સામાન્ય ચુંટણીઓમા આ ઇતિહાસનું પુનરાવર્તન કરવા નથી માગતી માટે જ કોંગ્રેસે જીતી શકે તેવા ઉમેદવોરને ચુંટણી મેદાને ઉતારવાનો નિર્યણ કર્યો છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ બે દિવસ પ્રદેશ ઇલેક્શન સમિતિના સભ્યોને વન ટુ વન સાંભળી ગુજરાતની સ્થિતિને તાગ મેળવી ઉમેદવારોની પેનલ તૈયાર કરી દિલ્હી ભણી પ્રયાણ કર્યુ છે 


  • કચ્છ: જીજ્ઞેશ મેવાણી, દિનેશ પરમાર, નૌશાદ સોલંકી

  • બનાસકાંઠા: જોઇતાભાઇ ચૌધરી, ગોવાભાઇ રબારી, ગુલાબસિંહ રાજપૂત 

  • પાટણ: અલ્પેશ ઠાકોર, જગદીશ ઠાકોર

  • મહેસાણા: કિકીટ પટેલ, બળદેવજી ઠાકોર, એ.જે પટેલ 

  • સાબરકાંઠા: મહેન્દ્રસિંહ બારીયા, રાજેન્દ્રસિંહ કંપાવત, ડાહ્યા પટેલ 

  • ગાંધીનગર: સી.જે ચાવડા 

  • અમદાવાદ પશ્ચિમ: શૈલેષ પરમાર, રાજુ પરમાર 

  • અમદાવદ પૂર્વ: હિમાંશુ પટેલ, રોહન ગુપ્તા, હિંમતસિંહ પટેલ 

  • સુરેન્દ્રનગર: સોમાભાઇ પટેલ, લાલજી મેર, શામજી ચૌહાણ 

  • રાજકોટ: લલિત કથગરા, બ્રિજેશ મેરજા 

  • પોરબંગર: લલિત વસોયા 

  • જામનગર: હાર્દિક પટેલ, વિક્રમ માડમ, હેમંત ખાવા 

  • જૂનાગઢ: હર્ષદ રિબાડીયા, જવાહર ચાવાડા 

  • અમરેલી:  જેની ઠુમ્મર,વિરજી ઠુમ્મર, પ્રતાપ દુધાત

  • ભાવનગર: કનુભાઇ કલસરીયા

  • આણંદ: ભરતસિંહ સોલંકી

  • ખેડા :બિમલ શાહ

  • પંચમહાલ:રાજેન્દ્રસિંહ પટેલ

  • દાહોદ: પ્રભાબેન તાવિયાડ

  • વડોડરા: અક્ષય પટેલ

  • છોટાઉદેપુર: સુખરામ રાઠવા, રણજીત રાઠવા

  • ભરૂચ: બીટીપી

  • બારડોલી: તુષાર ચૌધરી,આનંદ ચૌધરી

  • સુરત: પ્રફુલ તોગડીયા

  • વલસાડ: કિશન પટેલ, જીતુ ચૌધરી, અનંત પટેલ