Rajkot News : રાજકોટમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સનું સુપર ઓપરેશન હાથ ધરાયું છે. રાજકોટમાં 18 સ્થળે ITનું મેગા સર્ચ ઓપરેશનની કામગીરી કરાઈ છે. રાજકોટના મસમોટા બિલ્ડરો બાદ સોની વેપારીઓ આવકવેરાની ઝપટે ચઢ્યા છે. જેમાં જાણીતા રાધિકા જ્વેલર્સ, શિલ્પા જ્વેલર્સનાં ઘર-શોરૂમમાં દરોડા પાડવામાં આવ્યા છે. જેથી અન્ય સોની વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણીતા રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સને ત્યાં ઉતરી તવાઈ આવી છે. આશરે દોઢ ડઝનથી પણવધુ સ્થળોએ આવકવેરા ખાતાના દરોડા પાડવામાં આવ્યા છે. વહેલી સવારે સાત વાગ્યે અલગ અલગ ટુકડીઓ રાજકોટના ટોચના જ્વેલર્સ પર ત્રાટકી હતી. રાજકોટમાં બંને જ્વેલર્સના પેલેસ રોડ- સોની બજારમાં આવેલા શોરૂમ અને અક્ષર માર્ગ -અમીન માર્ગ ઉપર આવેલા શોરૂમ ઉપર પણ તપાસ ચાલી રહી છે. રાધિકા જ્વેલર્સના માલિક અને ઉદ્યોગપતિ પ્રભુદાસ પારેખના એટલાન્ટિસ ખાતે b-3 ના પાંચમા માળે આવેલા ફ્લેટ ઉપર પણ તપાસ ચાલુ છે. તેમજ પાંચમા મળે જ રહેતા હિરેન પારેખને ત્યાં પણ આઈટી પહોંચ્યું છે. એટલાન્ટિસમાં જ આઠમા માળે  રહેતા ભાસ્કર પારેખને ત્યાં પણ તપાસ થઈ રહી છે. 


પાટીદારો કંઈક મોટુ અને ભવ્ય કરવા જઈ રહ્યા છે, ગુજરાતના ઈતિહાસમાં આવુ ક્યારેય નથી થયુ


રાધિકા જ્વેલર્સ વાળા અશોકભાઈ બાબરા વાળા અને હરેશભાઈ બાબરા વાળાને ત્યાં પણ દરોડા પડ્યા છે. એટલાન્ટિસના ફ્લેટની સાથે પંચવટી પાસે આવેલા ફ્લેટમાં પણ એક ઇન્કવાયરી ચાલી રહી છે. રાધિકા જ્વેલર્સના કલકત્તા ખાતે આવેલા જ્વેલર્સમાં પણ તપાસ ચાલી રહી હોવાની બાતમી મળી છે. આ માગે તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે. 


નડિયાદમાં મોટો અકસ્માત : રોંગ સાઈડ આવેલી SUV કારને કારણે એસટી બસ ભટકાઈ, 2 ના મોત


અમદાવાદના વરસાદમાં રોજ પલળતા પહેલા ચેતજો : આ રોગ આજીવન ઘર કરશે, પાણીમાં છે ઝેર