Gandhinagar News : ગુજરાતમાં વધુ એક વાર આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. આ વખતે ગુજરાતના પાટનગરના બિલ્ડર આઈટીના ટાર્ગેટ પર આવ્યા છે. ગાંધીનગરમાં લાંબા સમય બાદ ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. આ દરોડાથી ગાંધીનગરની બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાયો છે. ગાંધીનગરના બિલ્ડરો ઉપર ઇન્કમટેક્સના દરોડા પડ્યા છે. Psy ગૃપના પર દરોડા પડ્યા. સેક્ટર 8, સરગાસણ અને પીડીપીયુ રોડ ઉપર આવેલી ઓફિસ અને નિવાસસ્થાન પર હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

100 જેટલા અધિકારી રેડમાં જોડાયા 
ગાંધીનગરના બિલ્ડરો પર ઇન્કમ ટેક્સ વિભાગના દરોડા પડ્યા છે. એક સાથે 27 સ્થળો પર ITના દરોડા પડ્યા છે. Psy ગૃપ પર ઈન્કમ ટેક્સ વિભાગ ત્રાટક્યું છે. બંકીમ જોશી, નિલય દેસાઈ, વિક્રાંત પુરોહિત સહિતના ભાગીદારોને ત્યાં હાલ મોટાપાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ ITના દરોડાથી ગાંધીનગરના બિલ્ડરોમાં ફફડાટ ફેલાયો છે. સેક્ટર 8, સેક્ટર 21, સરગાસણ, PDPU રોડ પર તપાસ ચાલી રહી છે. બિલ્ડરની ઓફિસ અને નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડામાં ઈન્કમટેક્સ વિભાગના 100થી વધુ અધિકારી તપાસમાં જોડાયા છે. આ તપાસમાં મોટાપાયે બેનામી વ્યવવાહ મળવાની શક્યતા છે. 


ઓલિમ્પિક માટે અમદાવાદની આ કરોડોની જમીન પર પડી સરકારની નજર, ખાલી કરાવવા મોકલી નોટિસ


Psy ગ્રુપ ઉપર ઇન્કમટેક્સની રેડ પડતા જ ગાંધીનગરમાં ડરનો માહોલ છવાયો છે. બંકીમ જોશી અને નિલય દેસાઈ, વિક્રાંત પુરોહિત સહિતના ભાગીદારોને દરોડા પડતા આખી બિલ્ડર લોબી આકુળવ્યાકુળ બની છે. કારણ કે, આ તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહાર મળે તેવી સંભાવના છે. 


કેડિલા રાજીવ મોદી કેસમાં બલ્ગેરિયન યુવતીને પોલીસનો જ ડર! વીડિયો જાહેર કર્યો


બચી દીકરી, નહિ તો ગ્રીષ્માવાળી થાત! સુરતમાં યુવકે યુવતીના ગળા પર ચાકુથી હુમલો કર્યો