Ahmedabad News : વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતાં નથી, જ્યારે ટ્રાફિક પોલીસ કડક કાર્યવાહી કરે તો વાહન ચાલકો બુમાબુમ કરી મુકે છે. રોંગ સાઈડમાં વાહન હંકારતા અમદાવાદના વાહન ચાલકો હાલ સાવધાન રહેજો. કારણ કે ટ્રાફિક પોલીસે ખાસ ડ્રાઈવનું આયોજન કર્યું છે. જો તમે નિયમ તોડતા પકડાયા તો ન માત્ર દંડ પરંતુ તમારી સામે ગુનો પણ દાખલ થશે શું છે પોલીસની આ ખાસ ડ્રાઈવ?...જુઓ આ અહેવાલમાં....


  • હાલ અમદાવાદમાં રોંગ સાઈડમાંથી ન નીકળતા

  • કોઈ પણ ખૂણે ઊભી હોઈ શકે છે ટ્રાફિક પોલીસ

  • જો પોલીસે પકડ્યા તો સમજો તમે ગયા!

  • નિયમ તોડ્યો તો દંડની સાથે થશે કાર્યવાહી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ ગુજરાતમાં સૌથી વધુ ટ્રાફિકવાળુ શહેર છે. અને આપણા અમદાવાદીઓ ટ્રાફિકના નિયમોનું કેટલું પાલન કરે છે તે પણ કંઈ કહેવાની જરૂર નથી. ચાર રસ્તા હોય કે પછી પતલી ગલી. અમદાવાદી વાહન ચાલકો એક ક્ષણનો પણ વિલંબ કર્યા વીના વાહન હંકારી મુકે છે. નિયમોના પાલન માટે દરેક જગ્યાએ CCTV લગાવવામાં આવ્યા છે, પરંતુ તેનો પણ જુગાડ શહેરના સાણા વાહન ચાલકો શોધી લે છે. જો કે હવે રોંગ સાઈડમાં જઈને નિયમ તોડ્યો તો તમે ગયા સમજો. કારણ કે અત્યાર સુધી માત્ર દંડ જ થતો હતો. પરંતુ હવે દંડની સાથે ગુનો પણ વાહન ચાલક સામે દાખલ કરવામાં આવશે....


અમદાવાદ ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસે સાથે મળીને 10 દિવસની ખાસ ડ્રાઈવ શરૂ કરી છે. પોલીસનો ઉદ્દેશ વાહન ચાલકો રોંગ સાઈડમાંથી ન નીકળે તેનો છે. તેથી પોલીસના જવાનો હાલ દરેક ચાર રસ્તા અને ખાસ જ્યાં સૌથી વધુ રોંગ સાઈડમાંથી વાહન ચાલકો નીકળે છે ત્યાં ઊભા છે. જે પણ નિયમ તોડતું જોવા મળે તેની સામે કાર્યવાહી શરૂ કરી છે. શહેરના ઘાટલોડિયામાં આવેલા ચાણક્યપુરી બ્રિજ નીચે અનેક વાહનચાલકો રોંગ સાઈડમાં નિયમોના લીરે લીરા ઉડાવતા જોવા મળ્યા.  તો ગોતા બ્રીજ પાસે પણ આ જ સ્થિતિ હતી. સીએનજીના પેટ્રોલપંપ અને હોટલમાં જનારા રોંગ સાઈડ વાહનો હંકારે છે પણ પોલીસ આંખ આડા કાન કરે છે. 


તો પોલીસ પણ રોંગ સાઈડમાંથી નીકળતા વાહન ચાલકોને પકડવા માટે જાણે મક્કમ બની છે. 30 જૂન સુધી પોલીસે આ સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે. પોલીસ નિયમોના પાલન માટે ડ્રાઈવ શરૂ કરી છે, બીજી તરફ વાહન ચાલકોમાં એવો ગણગણાટ શરૂ થયો છે કે ચૂંટણી પુરી થતાં જ સરકારે પોતાનું અસલી રૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. જ્યારે ચૂંટણી બાકી હતી ત્યાં સુધી તો કંઈ ન કરાયું...પરંતુ હવે આવી કાર્યવાહીથી સરકારની તિજોરી છલકાવવાનો પ્લાન ઘડાઈ ચુક્યો છે. વાહન ચાલકોમાં ક્યાંક નારાજગી પણ જોવા મળી રહી છે.