અમદાવાદ : સૌરાષ્ટ્રના અને ઉત્તરગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે પણ મેઘરાજાની પધરામણી થઇ હતી. ગુજરાતમાં હવે ધીરે ધીરે ચોમાસુ જામી રહ્યું છે ત્યારે ભીમ અગિયારસનું આજે મુહર્ત સાચવવા માટે મેઘરાજાએ પધરામણી કરી હતી. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર સૌરાષ્ટ્રના ગીરસોમનાથ, અમરેલી, જૂનાગઢ, રાજકોટમાં વરસાદ પડ્યો હતો. તો દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી, વલસાડ અને નવસારીમાં વરસાદ નોંધાયો હતો. જ્યારે મધ્ય ગુજરાતમાં ગાંધીનગરમાં વરસાદ નોંધાયો હતો. 54 મિ.મી થી લઇને 1 મિ.મી જેટલો વરસાદ નોંધાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: 154 નવા કેસ, 58 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી


અત્રે ઉલ્લેખનીય છે કે, એસજી હાઇવે પર પણ થોડા સમય માટે હળવો વરસાદ પડ્યો હતો. જો કે કેટલાક ગણ્યા ગાંઠ્યા વિસ્તારમાં જ આ વરસાદ પડ્યો હતો. એસજી હાઇવેના વૈષ્ણોદેવી સહિતનાં વિસ્તારમાં વરસાદના આગમનને પગલે લોકોમાં ખુશી જોવા મળી હતી. લાંબા સમયથી ગરમીમાં શેકાઇ ચુકેલા અમદાવાદીઓ ન્હાવા માટે તૈયાર થાય તે પહેલા મેઘરાજાએ ચાલતી પકડી હતી. જો કે વરસાદને પગલે ગરમીમાં આંશિક રાહત મળતા નગરજનોએ હાશકારો અનુભવ્યો હતો. 


 


ક્રમ જિલ્લો તાલુકો વરસાદ (મિ.મી)
1 ગીર સોમનાથ ગીર ગઢડા 54
2 ડાંગ સુબીર 46
3 તાપી કુકરમુંડા 35
4 અમરેલી સાવરકુંડલા 31
5 વલસાડ ધરમપુર 22
6 જૂનાગઢ જૂનાગઢ સિટી 21
7 જૂનાગઢ જૂનાગઢ 21
8 જૂનાગઢ વેળાવદર 20
9 ડાંગ આહ્વા 15
10 વલસાડ કપરાડા 9
11 જૂનાગઢ માળીયા 9
12 રાજકોટ રાજકોટ 6
13 જૂનાગઢ ભેંસાણ 6
14 ગીર સોમનાથ વેરાવળ 6
15 છોટા ઉદેપુર ક્વાંટ 2
16 ગાંધીનગર કલોલ 1
17 નવસારી જાલાપોર 1